________________
मित्ती मे सव्व भूएसु રાખ કે હું પણ એમાં પ્રવેશ નહીં કરી શકું. તેં અમુક ચોક્કસ જીવ માટે 'NO Admission' નું જે બોર્ડ માર્યું છે તેને પહેલાં તો હું જ વાંચવાનો છું, કેમકે હું બધાનો નાયક હોઈ સહુથી આગળ છું. એ વાંચીને પહેલા નંબરમાં હું જ પાછો ફરી જઈશ.” વાત સાચી છે. ઘરનાં બારીબારણાં ખુલ્લાં હોય તો જ પવનની લહેરો અને સૂર્યનો પ્રકાશ ઘરમાં આવે છે. ભલે ને કચરો અંદર ન આવે એ માટે દરવાજા બંધ રાખ્યા હોય, તોપણ પવનની લહેર અને સૂર્યનો પ્રકાશ પણ દરવાજાને અથડાઈને પાછા જ ફરી જાય છે. ગૃહમંદિરમાં પ્રવેશતા નથી. દિલનો દરવાજો ભલે ને પ્રતિકૂળ વર્તનાર માટે બંધ રાખ્યો હોય, પરમાત્મા પણ મનમંદિરમાં પ્રવેશશે નહીં.
પરમાત્માને મનમંદિરમાં પધરાવવા છે ? તો પહેલા નંબરે દિલના દરવાજા બધા માટે ખુલ્લા મૂકી દો. સ્વજનો અને મિત્રોની જેમ શત્રને માટે પણ ‘વેલકમ'નું બોર્ડ મૂકો. એ માટે શત્રુના પણ હિતને ચિંતવો. ‘શિવમસ્તુ....'ની ભાવનામાંથી કોઈની બાદબાકી ન કરો. એ માટે શું કરવું ? એનો જવાબ આ છે
આપણા સંપર્કમાં આવતી અનેક વ્યક્તિઓમાંથી એવી વ્યક્તિઓનું એક લિસ્ટ તૈયાર કરવું જોઈએ કે જે જે વ્યક્તિઓની નાનીમોટી આપત્તિઓમાં આપણને ઊંડે ઊંડે પણ હરખ અનુભવાતો હોય. આ બધી વ્યક્તિઓ સાથે આપણને શત્રુતા છે. આપણા દિલના દરવાજા એમના માટે બંધ છે એવો આપણે નિર્ણય કરી શકીએ છીએ. આપણા દિલમાં પડેલી કેન્સરની ગાંઠને આપણે ઓળખી લીધી... હવે એનું ઑપરેશન કરીએ... આ લિસ્ટ બનાવ્યા પછી રોજ શક્ય હોય તો ત્રણવાર અને એ શક્ય ન હોય તો એકવાર પણ એ લીસ્ટમાં રહેલી દરેક વ્યક્તિને ક્રમશઃ માનસપટ પર ઊભરવા દો. સ્પષ્ટ ચિત્ર ઊપસે એટલે, “ભગવાન એમનું ભલું કરો, એમનું પણ હિત થાઓ.” એવી દિલથી ભાવના ભાવો. કદાચ કોઈ વ્યક્તિ તમને નિષ્કારણ પણ ખૂબ ત્રાસ આપે છે, તમે હેરાન હેરાન થઈ ગયા છો...
તમે પિતા છો, પુત્રની જાતજાતની દિક્કતથી ત્રાસી ગયા છો... તમે પતિ છો પત્નીએ જિંદગી હરામ કરી નાખી છે. તમે નોકર છો, શેઠ દરેક વાતમાં તમને અન્યાય કરી રહ્યા છે. ટૂંકમાં તમે ચારેય બાજુથી પરેશાન થઈ ગયા છો. તમને લાગે છે કે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org