________________
૧૪
હંસા !... તું ઝીલ મૈત્રીસરોવરમાં આ બધા ઈડિયટ્સમને નિષ્કારણ હેરાન કરી રહ્યા છે. અને તમે આ ત્રાસમાંથી છૂટકારો ઇચ્છો છો. તો ‘ભગવાન એમને બુદ્ધિ આપો” આ રટણ ચાલુ કરી દો. એક દિવસ જરૂર ચમત્કાર થશે. - સામાન્ય મેલાં થયેલાં કપડાંને સામાન્ય રીતે ધોવામાં આવે છે, પણ જે કૉલર વગેરે ભાગ વધુ મેલા થયા હોય તેને વિશેષ સાબુ લગાડવો જ પડે, અને વધારે ઘસવા જ પડે. એમ જગતના મોટા ભાગના જીવો માટે “શિવમસ્તુ' દ્વારા સામાન્ય રીતે મૈત્રી ભાવના ભાવિત કરાય, પણ જેના માટે દિલમાં કટુતાના ડાઘ પડ્યા છે, તેની મૈત્રી માટે તેના વ્યક્તિગત સ્મરણપૂર્વક વિશેષ પ્રકારે મૈત્રીભાવ ભાવવો પડે, તો જ એ કટુતાના ડાઘ દૂર થાય.
“આપણે ગમે એટલી મિત્રતા ભાવીએ, એ કાંઈ થોડો શત્રુતા છોડી દેવાનો છે ? અને એ શત્રુતા ન છોડે, તો એણે આપેલા ત્રાસથી ત્રાસીને આપણા દિલમાં પણ પાછી શત્રુતા આવવાની જ ને !” આવી શંકા કરીને નિરાશ થવાની જરૂર નથી, આપણા દિલના ભાવોની અસર સામા પર પણ પડે છે. પેલી વાત આવે છે ને !
એક પ્રૌઢ સ્ત્રી પોતાની યુવાન કન્યા સાથે એક ગામથી બીજે ગામ જઈ રહી હતી. એક ઊંટસવારને પણ એ જ દિશામાં જતો જોઈને સ્ત્રીને વિચાર આવ્યો કે
આ મારી કન્યા સુકુમારકાયાવાળી છે, એ ચાલવા માટે ટેવાયેલી નથી.” એટલે એ પ્રૌઢાએ ઊંટસવારને વિનંતિ કરી કે
આ મારી પુત્રીને પણ ઊંટ પર લઈ લ્યો ને ! તમે એ જ દિશામાં જઈ રહ્યા છો તો આટલી સહાય કરો.”
ઊંટવાળાએ વિચાર્યું કે- “મારે એની સાથે કોઈ લેવા દેવા નથી તો ફોગટ મારા ઊંટને શા માટે વધુ તકલીફ આપું ?” એટલે એણે ના પાડી.
થોડું આગળ ગયો ને એના મનમાં શેતાન પેઠો. એને થયું કેઆવી રૂડી રૂપાળી નવયૌવનાનો સહવાસ મળે છે, તો મારે શા માટે ગુમાવવો ?
આ બાજુ પેલી મહિલાને પણ વિચાર આવ્યો કે મને આ શું સૂછ્યું ? સારું થયું એણે ના પાડી. નહીંતર મારી કન્યાને કંઈક કરી નાખત તો ?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org