________________
मित्ती मे सव्व भूएसु
થાય છે.
ત્રીજાએ પોતાનો અનુભવ પ્રગટ કર્યો કે, એની પાસેથી પૈસા લીધા હોય તો કામો સરળ બની જાય છે.
ચોથાએ પોતાના આગ્રહનું કારણ એવું બતાવ્યું કે, એની પાસેથી લીલા પૈસાથી ભરેલી અટેચી બે વાર ખોવાયા પછી પાછી મળી ગઈ છે. એક રૂપિયો પણ આઘોપાછો થયો નથી.
પાંચમાં ખાતેદારને જયારે પૂછવામાં આવ્યું ત્યારે એણે કહ્યું, “મેનેજર સા'બ ! મી. પીટર જો મારા જીવનમાં પ્રવેશ્યા ન હોત તો હું ક્યાંયનો ન રહ્યો હોત. તમારી પાસે સમય હોય તો મારી રામકહાની સંભળાવું.” મેનેજરની ઉત્સુકતા વધી ગઈ. એને લાગવા માંડ્યું હતું કે પીટર કોઈ દેવદૂત લાગે છે. એણે ગ્રીનસીગ્નલ આપ્યું. ઓ.કે. ગો ઓન.......
ભીની ભીની આંખો સાથે પોતાના ભૂતકાળમાં ખોવાઈ જતા એ યુવાને કહ્યું, ““સર ! આજે તો હું સ્વર્ગમાં છું... પ્રતાપ પીટર મહાશયનો છે. પણ ભૂતકાળમાં હું ખોટા રવાડે ચડી ગયો હતો. વેશ્યાની પાછળ શરીર બરબાદ કરી રહ્યો હતો. મન સત્ત્વહીન બની ગયું હતું. મીસિસ જાણતી હતી અને મને સમજાવવાની કોશિષ પણ ઘણી કરતી હતી. પણ હું ઠર્યો પશું...વિવેકહીન જાનવર ! મારા પર સુશીલ પત્નીની સોનેરી વાતોની કોઈ અસર થતી નહોતી. પત્થર પર પાણીમને વેશ્યાના સહવાસમાં સ્વર્ગ (!) જેવા સુખ અને પ્રેમનો ભાસ થતો હતો....કોણ જાણે કેટલું ધન એ પૈસાની સગી સ્ત્રી પાછળ લૂંટાવી ચૂક્યો હતો.” - એક વાર બેંકમાંથી પૈસા ઉપાડી સીધો એની પાસે જ જવાનો હતો. અને કુદરતી મારો ચેક ક્લીયરન્સ માટે મી. પીટર પાસે આવ્યો. એની પાસેથી પૈસા મારા હાથમાં આવ્યા, અને હજુ તો હું બેન્કમાંથી બહાર નીકળું છું ને મારા મનમાં વિચાર આવ્યો કે, “ઓહ ! આજ સુધીમાં વેશ્યા પાછળ મેં કેટલું ધન વેડફી નાખ્યું ? એની ખાતર પ્રેમાળ પત્નીને પણ મેં કેટલી હેરાન કરી ? ધિક્કાર છે મને પાપીને !” ત્યાંને ત્યાં મેં સંકલ્પ કર્યો કે હવે મરી જવું કબૂલ પણ વેશ્યા પાસે જવું નહીં. હું બેન્કમાંથી સીધો ચર્ચમાં ગયો. પ્રભુનો ઉપકાર માન્યો કે, “ખરેખર ! પ્રભુ તેં કેટલો ઉપકાર કર્યો... મને સારો વિચાર આપી મારું જીવન-ધન બચાવી લીધાં' એ જ રાત્રે મને સ્વપ્ન આવ્યું અને એમાં એવું પ્રતીત થયું કે ભગવાન જાણે કે મને કહી રહ્યા છે, એ વિચાર અમે તને નથી આપ્યો, પણ પેલા કેશિયરે આપ્યો છે.” બીજે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org