________________
૧૬ .
હંસા ! તું ઝીલ મેત્રીસરોવરમાં પુણ્યસ્વરૂપ જિનનામકર્મ અને તેની સાથે પ્રકૃષ્ટ કક્ષાના સૌભાગ્યનામકર્મ, આદેયનામકર્મ, યશનામકર્મ વગેરે પુણ્યો ઉપાર્જિત થવામાં મુખ્ય ભાગ એ જીવોનો- “સવિજીવ કરું શાસનરસી' જગતના જીવો સંસારમાં ભયંકર વેદનાઓને વેઠે છે, તેમાંથી તેઓનો કેવી રીતે છૂટકારો થાય ? -આવા પ્રકારનો સદ્ભાવ જ ભજવે છે ને ! આ સદ્ભાવના પ્રભાવે સૌભાગ્ય વગેરે કેવા પ્રકૃષ્ટ કક્ષાના બંધાય છે કે હજુ તો પરમાત્મા માતાની કુક્ષિમાં પધારે છે અને ઇન્દ્રોનાં સિંહાસનો ડોલવા માંડે છે. ઇન્દ્રો ત્યારથી જ પરમાત્માની ભક્તિ શરૂ કરી દે છે. જન્મ થયો ને પ૬ દિક્યુમારિકાઓ આવીને રાસ-ગરબા લે છે. પ્રભુને પોતાના હાથમાં અને ખોળામાં લેવા પડાપડી કરે છે. એમાં પોતાનો નંબર લાગે એટલે
ક્યારેય ન અનુભવી હોય એવી ધન્યતા અનુભવે છે. આ પ૬ દિક્યુમારિકાઓ કોઈ સામાન્ય દેવીઓ નથી. પણ હજારો દેવોની સામ્રાજ્ઞી હોય છે. આવું તો અનેક પ્રકારનું સૌભાગ્ય પરમાત્માને પ્રાપ્ત થયું હોય છે. પણ એ બધાનું મૂળ કોણ ? તો કે સર્વ જીવો પ્રત્યેના સભાવની પરાકાષ્ઠા.
થોડાં વર્ષ પૂર્વે ગુજરાતના એક અગ્રેસર વર્તમાનપત્રમાં અમેરિકાનો એક પ્રસંગ વાંચવા મળેલો.
ન્યુયોર્કમાં સરકારી સ્ટેટબેંકની બ્રાન્ચ છે, જેનો દુનિયાની લગભગ બધી મુખ્ય બેંકો સાથે વ્યવહાર છે. જેમાંથી રોજની લાખો-કરોડોની હેરફેર થાય છે. આ બેંકમાં પૈસા આપવાના ૬ કાઉન્ટર છે અને પૈસા લેવાના ૬ કાઉન્ટર છે. પૈસા આપવાના છ કાઉન્ટરોમાંથી એકમાં જહોન પીટર નામનો કલાર્ક બેસે. બાકીની પાંચ બારીઓ કરતાં એની બારી પર ભીડ વધુ જામેલી હોય, તે ત્યાં સુધી કે અન્ય કેશિયરો બેઠા બેઠા માખી ઊડાડતા હોય તોપણ આના કાઉન્ટર પર ભીડ હોય. ખાતેદારો પણ કદાચ અડધી કલાક પ્રતીક્ષા કરવી પડે એમ હોય, અન્ય કાઉન્ટર પરથી તુરંત ચેકનું ક્લીયરીંગ સંભવિત હોય, તોપણ પ્રતીક્ષાની તૈયારી સાથે આ જહોન પીટર પાસે જ પોતાના ચેક જાય એવો આગ્રહ રાખતા. આ બધું જાણીને બેંકના મેનેજરને શંકા પડી. એટલે આવો આગ્રહ રાખનારા પાંચ સાત એકાઉન્ટ હોલ્ડરોને જુદા જુદા સમયે એણે પૂછપરછ કરી. જુદા જુદા ખાતેદારે આવા પ્રકારના સ્વાનુભાવો જણાવ્યા.
એકે કહ્યું, એની પાસેથી લીધેલા પૈસામાં બરકત સારી આવે છે.
બીજાએ જણાવ્યું કે કુદરતી એની પાસેથી જ પૈસા લેવાનું મન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org