________________
હંસા !.. તું ઝીલ મેત્રીસરોવરમાં દિવસે બેંકમાં આવ્યો ત્યારે રિમાર્ક કર્યું કે, “એ કેશિયર પાસે જ રોજ ભીડ જામેલી રહે છે. એટલે જરૂર એની પાસે કોઈ ચમત્કાર હોવો જોઈએ. ટર્નિંગ પોઈન્ટ ઓફ લાઈફનો ચમત્કાર એનો જ પ્રભાવ છે. બસ ત્યારથી મેં નિર્ણય કર્યો કે હવેથી પૈસા એની પાસેથી જ લેવા.”
મેનેજરે જે છઠ્ઠા ખાતેદારને આગ્રહનું કારણ પૂછ્યું, તે એક મહિલા હતી. જીમી વર્થ એનું નામ. પોતાની ઓટો બાયોગ્રાફી જણાવતાં તે સન્નારીએ કહ્યું કે “મારા પતિનું નામ રોબર્ટ વર્થ છે. અમારા બન્નેનું જોઈન્ટ એકાઉન્ટ આ તમારી બ્રાન્ચમાં છે. બન્નેની સહીથી પૈસા ઉપાડી શકાય છે. હું જે ઓફિસમાં સર્વિસ કરું છું, ત્યાં જ સર્વિસ કરતા એક યુવાનને દિલ દઈ બેઠી. પણ અમારી મોજમજાહમાં પતિ વિન્નુરૂપ હતા. એટલે મારા પ્રેમીએ પ્રસ્તાવ મૂક્યો કે, “તારી પણ સહી તો ચાલે છે. બેંકમાંથી બધા પૈસા ઉપાડી લે. અને આપણે ક્યાંક દૂરના પ્રદેશમાં જઈને સ્થિર થઈ જઈશ, અને સુખચેનમાં જીવન વીતાવીશું.” હું એના પ્રેમમાં આંધળી બની ગઈ હતી. મને પણ એ આઈડિયા ગમી ગયો. એટલે ચેકમાં બહુ મોટી રકમ ભરી સહી કરી. કુદરતી મારો ચેક મી. પીટર જહોન પાસે ગયો. એણે પૈસા આપ્યા અને મારા મનમાં વિચારોનાં ચક્ર ગતિમાન થયાં. ‘તું આ શું કરી રહી છે એનો વિચાર કર, ઉતાવળી ન થા.” હું બેંકમાં જ એક ખુરશી પર બેસી વિચારવા લાગી. “ચર્ચમાં જઈને પ્રભુની સાક્ષીએ જેનો તે હાથ પકડ્યો છે તે તારા પતિનો તું વિશ્વાસઘાત કરી રહી છે, પણ એટલું તો વિચાર કે આ પૈસા ખલાસ થઈ ગયા પછી શું ? શાંતિથી વિચાર્યા બાદ પગલું ભર.” મેં તરત જ સ્લીપબુકમાં એ રકમ નોંધી પાછી બેંકમાં ભરી દીધી. પછી ધીમે ધીમે મેં મારા મનને સ્થિર કરી પતિને વફાદાર રહેવાનો નિર્ણય કરી લીધો. હું એક બેવફા સ્ત્રી હતી, પણ મી. પીટર પાસેથી મળેલા પૈસાએ કમાલ કરી અને મને સારો વિચાર આવ્યો. એટલે ત્યારથી હું એની પાસે જ ચેક વટાવવાનો આગ્રહ રાખું છું.”
જુદી જુદી વ્યક્તિઓના આવા અનુભવોનું રહસ્ય તો મેનેજરને ન મળ્યું પણ એને થઈ ગયું કે જરૂર આ કેશિયર પાસે કોઈ મંત્રશક્તિ કે દિવ્ય સહાય હશે, નહીંતર ઘણાને આવા સુંદર અનુભવો કેમ થાય ? એટલે એક વાર રહસ્યનો પડદો હટાવવા મેનેજરે એ કેશિયરને રજાના દિવસે પોતાને ત્યાં નિમંચ્યો. ઉચિત સરભરા કરીને વાતો કરવા બેઠા. એમાં મેનેજરે ખાતેદારોના અનુભવો સંભળાવી અંતે પૂછ્યું કે,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org