________________
૧૯
मित्ती मे सव्व भूएसु ‘મિ. પીટર ! મને સાચું કહો, તમારી પાસે કોઈ દિવ્ય સહાય છે ? યા તો કોઈક ચમત્કારિક મંત્ર છે ?
ત્યારે એ કેશિયરે કહ્યું કે -
“...જુઓ મેનેજર સાહેબ ! કોઈ દેવતા મારી સહાયમાં ઊભો નથી કે કોઈ ચમત્કારિક મંત્રનો હું જાપ કરતો નથી. પણ મારા પિતા પાદરી હતા, મા સંસ્કારી હતી. એ બન્નેનું જીવન પવિત્ર હતું. બચપણથી મને પણ મારા પિતા દેવળમાં પ્રાર્થના કરવા લઈ જતા. મારી માએ નાનપણથી મને એ ઘૂંટાવ્યું હતું કે આપણા સંપર્કમાં જે આવે એનું દિલથી ભલું ઇચ્છવું. મારી માતાની આ સોનેરી સલાહને મેં જીવનમાં ઉતારી છે. તેથી જે કોઈનો પણ ચેક મારી પાસે ક્લીયરન્સ માટે આવે ત્યારે હું મનમાં જ સાચા દિલથી
" MAY GOD BLESS YOU" -70
“પ્રભુ તમને આશીર્વાદ આપે, તમારું ભલું કરે,” એવી ત્રણ વાર પ્રાર્થના કરું છું. એક તો એ ટોકન આપે ત્યારે, હું પૈસા ગણું ત્યારે અને એના હાથમાં પૈસા આપું ત્યારે. તમારે મંત્રજાપ માનવો હોય તો એને મંત્રજાપ માનો અને દિવ્યસહાય ગણવી હોય તો એને દિવ્યસહાય ગણો, જે હોય તે આ છે.
પોતાના સંપર્કમાં આવનાર માટે સદ્ભાવના ભાવનાર એક કેશિયરના પણ સૌભાગ્ય, આદેય, યશ વગેરે આટલા બધા વધી જતા હોય કે જેથી બધાને પ્રતીક્ષા કરીને પણ એનો સંસર્ગ ગમે, એના હાથમાંથી પૈસા મળવા માત્રથી સદ્બુદ્ધિ જાગે, તો જગતના સર્વજીવો માટેની સદ્ભાવના ભાવનારા ત્રિભુવનનાથ શ્રી અરિહંત પરમાત્માના સૌભાગ્ય વગેરે ટોચ કક્ષાના બની જાય અને ઇન્દ્રો પણ એમની પાછળ ગાંડાઘેલા થઈને ફર્યા કરે એમાં શું નવાઈ છે ? - ' આપણે તો અહીં એ વિચારવાનું છે કે જેની સાથે આપણને શત્રુતા ઊભી થઈ છે, અને તેથી એકબીજાને મળવાની પણ તૈયારી નથી, એવી વ્યક્તિ માટે પણ જો સાચા દિલથી શુભભાવ ભાવવામાં આવે તો આપણે પણ એવું સૌભાગ્ય વગેરે ઊભું થઈ શકે છે કે જેથી એ વ્યક્તિના મનનો પલ્ટો થાય અને આપણી જોડે સારા સંબંધો જોડવા એ સ્વયં તૈયાર થાય. બાકી વૈર ક્યારેય વૈરથી દૂર થતું નથી, અરે ઉપરથી વધે છે. કહ્યું છે ને,
“વૈરથી વૈર શમે નહીં જગમાં વૈરથી વૈર વધે જીવનમાં.” આગ ઓલવવી છે, પેટ્રોલ નહીં, પાણી જ છાંટવું પડે... શત્રુતા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org