________________
૨૦
હંસા ! તું ઝીલ મેત્રીસરોવરમાં મીટાવવી છે, શત્રુતા નહીં, મૈત્રી જ વહાવવી પડે....માટે. • લાખ મૂલ્યવાળી ધર્મક્રિયાઓનું લાખ મૂલ્ય શું પ્રાપ્ત કરવું છે?
સઘળા જીવો પ્રત્યેની મૈત્રીથી ચિત્તને વાસિત કરવું છે? ૦ પરમાત્માને દિલમાં પધરાવવા છે? • કોઈના પણ પ્રત્યે દિલમાં પેદા થયેલી કડવાશને દૂર કરવી છે? બધાને દિલના દરવાજે સુસ્વાગતમ્ કહેવું છે ?
તો, જેની પણ શારીરિક, કૌટુંબિક, સામાજિક, આર્થિક વગેરે આપત્તિમાં દિલમાં ઊંડે ઊંડે પણ ખુશી ઊપજે છે તે તે વ્યક્તિઓનું એક લિસ્ટ હાલ જ તૈયાર કરી દઈએ, અને પછી રોજ તે તે વ્યક્તિને સ્મૃતિમાં લાવી એના પ્રત્યે શુભભાવો દિલમાં પેદા કરીએ, રોજ ત્રણવાર, ન બને તો એકવાર તો ખરું જ. Just try... પ્રયત્ન કરવામાં શું વાંધો છે? કટુતા રાખીને ઘણો સંકલેશ કર્યો, હવે થોડી મીઠાશ અનુભવીએ. દિલથી શુભભાવ ભાવવામાં આપણે કાંઈ નાના બાપના નથી થઈ જવાના.
પણ દિલથી એ ભાવના જ થતી નથી એવી ફરિયાદ જો ઊઠતી હોય, તો આ રહ્યું એનું સમાધાન-દિલથી ન થવા છતાં પરાણે પણ કરો, ભલે ઉપરછલ્લી થાય. સાથે પરમાત્માને અંતરથી પ્રાર્થના કરો પ્રભુ ! મારા દિલમાંથી કટુતા ઓછી થાય અને એના પ્રત્યેની આ સદ્ભાવના સાચી થાય એવી કૃપા કર’ એને પણ સબુદ્ધિ મળે અને એનું પણ ભલું થાય એવું કર.” આવું વારંવાર કરવાથી પછી એ ભાવના સાહજિક થશે. જે ભાવથી જે ક્રિયા કરવામાં આવે છે તે ભાવની તે ક્રિયા વૃદ્ધિ કરે છે.
जब्भावेण कया पुण किरिया तब्भाववुड्डिकरी ।
એવો સાચો ભાવ પેદા ન થયો હોવા છતાં એ ભાવ પેદા થાય અને પછી એ ભાવથી ક્રિયા થાય એવી અંતરની ઇચ્છાથી એ ક્રિયા કરવામાં આવે તો એ ક્રિયા જરૂર એ ભાવને પેદા કરે છે.
લગભગ બધાનો આ જાતઅનુભવ છે કે, બરાબર ધોયેલા બે કપડામાં એકને ઈસ્ત્રી કરી છે, બીજાને નથી કરી, તો બેની રોનકમાં ફેર પડી જ જવાનો, ઈસ્ત્રી કરેલું વસ્ત્ર વધુ સુંદર દેખાય છે. આનું કારણ શું ? ઈસ્ત્રી નહીં કરેલા વસ્ત્રને સાબુ-પાણી વગેરે સમાન મળ્યાં હોવા છતાં અનેક સળ પડેલા રહી ગયા હોય છે. જ્યારે ઈસ્ત્રી કરેલ કપડામાંથી એ સળ-કરચલીઓ નીકળી ગઈ હોય છે. માટે એ વધુ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org