________________
मित्ती मे सव्व भूएसु શોભે છે. એમ આપણે પૂજા કરીએ છીએ. સામાયિક કરીએ છીએ. અન્ય પણ સારાં અનુષ્ઠાનો કરીએ છીએ. પણ દિલમાં જો કોઈ એકાદ વ્યક્તિ પ્રત્યે પડી ગયેલા સળ-વળ દૂર થતા નથી, તો આત્માનું સૌંદર્ય એટલું વિકસતું નથી... અપૂર્વ તેજ વિસ્તરતું નથી. અન્ય પ્રત્યેના દિલમાં પડી ગયેલા આ વળને દૂર કરવાનો આ એક સરળ અને સચોટ ઉપાય છે કે એ વ્યક્તિનું પણ વારંવાર મિત્ર તરીકે ચિંતવન કરવું. એ વ્યક્તિના હિતની વારંવાર શુભભાવના કરવી.
મુઠ્ઠી વાળી રાખીને ફરનારો ક્યારેય હાથને છુટ્ટા કરી શકતો નથી. અને તેથી નથી એ કોઈને નમસ્કાર કરી શકતો કે નથી એ કોઈની સાથે શેકહેન્ડ કરી શકતો. તો એ અન્યોને મિત્ર શી રીતે બનાવી શકશે ? શી રીતે એ બનેલા મિત્રોને ટકાવી શકશે ? એમ જે વ્યક્તિ દિલમાં ગાંઠવાળીને ફરે છે એ દિલને ખુલ્લું કરી શકતો નથી. તો એ શી રીતે બીજાને દિલમાં સમાવી શકશે ? અને શી રીતે મિત્રતા જમાવી શકશે ?
પોતાનામાં પાણીને પ્રવેશ ન આપનાર પિત્તળનો ઘડો પાણીને પણ ઠારતો નથી કે સ્વયં પણ ઠરતો નથી. (ઉપરથી એમાં ઠંડું પાણી નાખ્યું હોય તો એ પણ ગરમ થઈ જાય છે.) જ્યારે છિદ્રાળુ હોવાથી પોતાનામાં પાણીને પ્રવેશવા દેનાર માટીનો ઘડો પાણીને ઠારે છે અને સ્વયં પણ ઠરે છે. તમે તમારા દિલમાં શત્રુને પણ પ્રવેશ આપો, પછી જુઓ, એ પણ ઠરશે, તમે પણ ઠરશો, ક્લેશ-સંક્લેશનો તાપ દૂર થશે. આનાથી વધારે ચમત્કાર બીજો કયો હોઈ શકે ?
જગતાથી બચવા માટે રચાતો-પેક્ષાઓ જણાવો
અપેક્ષાઓ જેટલી વધુ ચોટલ્સ શણાવાના ચાન્સીસ દાહોદ કારણકે પત્ની-પુત્ર-મિગ-નોકર વગોટે પારોથી રાખેલી અપેક્ષાની આપના શરીર સાથે કે બાળવિ રોલ કરીને તમારા શરીરને
પણી લાવે છે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org