________________
સંપ ત્યાં જંપ....
૪૭ સિંહાસન પર બેસાડી. એમાં સોંઘવારી થઈ, ૬ થી ૭ સુધી પહોંચી ગયેલા સાકરના ભાવ ઘટીને રા રૂપિયા સુધી આવી ગયા. બીજી પણ અનેક હાડમારીઓ ઘટી ગઈ. તેમ છતાં એ જનતા સરકાર પોતાનો પાંચ વર્ષનો પીરિયડ તો પૂરો ન કરી શકી, મધ્યસત્ર ચૂંટણીઓ કરવી પડી અને એમાં કોંગીના હાથે ઘોર પરાજય વેઠવો પડ્યો. આવું શા માટે થયું ? અંદરઅંદર કુસંપ થઈ ગયો. ચૌધરી ચરણસિંહ કહે કે મારે વડાપ્રધાન બનવું છે, અને જગુબાબુ કહે કે, “વડાપ્રધાન તો હું જ બનું !” મોરારજી દેસાઈ તો વડાપ્રધાન હતા જ. રાજનારાયણ પણ એવા જ કોઈ સ્વપ્નમાં રાચતા હતા. આ વાત તેઓ ભૂલી ગયા કે.આપણો મોટો હરીફ ઇન્દિરા ગાંધી છે-કોંગી છે. લડવાનું તો એની સાથે હતું. પણ લડવા લાગ્યા પરસ્પર.. એકબીજાની ટાંગ ખેંચવાનો સિલસિલો ચાલુ થયો. ઘર ફંકીને તમાશો કર્યો... અને ક્યાંયના ક્યાંય ફેંકાઈ ગયા. ખજુરિયા કલ્ચરે ગુજરાતમાં ભાજપને પારાવાર નુકશાન જ કર્યું ને ? અને પરિણામ શું આવ્યું ? ૧૯૯૧ના નિર્વાચનમાં લાખો મતે જીતી જનારા ખજુરિયા નેતાઓએ ૧૯૯૬ની ચૂંટણીમાં ઘોર પરાજય ચાખવો પડ્યો..
મારો મુખ્ય હરીફ કર્મસત્તા છે, અન્યાન્ય જીવો નહીં.” આ વાતને જો કોઈ સાધક ભૂલી જાય છે તો એ પ્રાપ્ત થયેલા માનવભવથી અને સાધનાથી દૂર સુદૂર ફેંકાઈ જાય છે. પગ નીચે દેડકી કચરાઈ જવાથી બંધાયેલું કર્મ જ મને હેરાન કરનાર છે, એને વારંવાર યાદ કરાવનાર બાળમુનિ નહીં. દંડો લગાવવો હોય તો એ કર્મને જ પ્રાયશ્ચિત્ત દ્વારા લગાવવા જેવો છે, બાળ મુનિને નહીં, આવું ભૂલી જનારા મહાત્મા
ક્યાં સુધી ફેંકાઈ ગયા એ તો સુપ્રસિદ્ધ જ છે. આત્માને ચોંટેલાં કર્મો . આત્મા પર થયેલું ભયંકર ત્રાસ આપનાર ગુમડું છે. ઘાણીમાં પીલી નાખનારો પાલક તો એ ગુમડું દૂર કરવા માટે નસ્તર મૂકનાર એક સર્જન ડૉક્ટર છે. માટે એ મહાઉપકારી છે, આવું વિચારનારા ૫OO શિષ્યો કર્મસત્તા પર સંપૂર્ણ વિજય મેળવી સંસારમુક્ત થઈ ગયા. જ્યારે પાલકને શત્રુ તરીકે જોવા માંડેલા ખંધકસૂરિએ ક્ષમા ગુમાવી, ચારિત્ર ગુમાવ્યું, શિવગતિ તેમજ સદ્ગતિ ગુમાવી અને સંસારમાં રુલવાનું ઊભું રાખ્યું એ શાસ્ત્રસિદ્ધ વાત છે.
આજકાલ ક્રિકેટનો વાયરો છે. એમાં પણ આ જોવા મળે છે. ચાન્સલેસ ભવ્ય ઇનીંગ્સ ખેલનાર ધુંઆધાર બેટ્સમેનો હોય, કાતિલ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org