________________
હંસા ! તું ઝીલ મેત્રીસરોવરમાં તો આ રીતે પણ બધા જ જીવો મિત્રરૂપ છે. જેઓ પોતાને અનુકુળ વર્તે છે તેઓ તો મિત્ર છે જ. વળી જેઓ બાહ્ય દૃષ્ટિએ પ્રતિકૂળ વર્તે છે તેઓ પણ કર્મનો નાશ કરવાનું સાધકનું પોતાનું જે કાર્ય છે, એમાં સહાયક હોવાથી મિત્ર જ છે. નાનો મોટો પરિષહ-ઉપસર્ગ કરનારા તે તે જીવે જો તેવો ઉપસર્ગ ન કર્યો હોત તો, તેનાથી ખપનાર અશુભ કર્મો શી રીતે ખપત ? માટે સ્વકાર્યમાં સહાયક હોવાથી એ જીવ પણ અવશ્ય મિત્ર જ છે. આ જ વિચારધારા પર ખંધકઋષિએ કેળવજ્ઞાન પ્રાપ્ત કર્યું. “હું મારી મેળે જેવાં ઘોર કર્મોને ખપાવી ન શકત એવા ઘોર કર્મ આ ચામડી ઉતારનારાઓ ખપાવી આપે છે. એટલે તેઓ જો મારા કાર્યમાં મને સહાય કરે છે તો મારે પણ તેઓને તેમના કાર્યમાં સહાય કરવી જોઈએ.” આવી કો'ક ભવ્ય વિચારસરણી પર આ મહર્ષિએ મારાઓને ‘ભાઈ’નું પ્રિય સંબોધન કરી કહ્યું કે, ‘ભાઈઓ ! તમારું કાર્ય કરવામાં તમને કઈ રીતે અનુકૂળતા રહેશે તે કહો, એટલે હું એ રીતે ઊભો રહું.”
દુન્યવી વ્યવહારમાં જ રાચનારી અને તત્ત્વ નહીં પામેલી વ્યક્તિને ભલે પોતાના ૨૫-૫૦ સ્નેહીઓ જ પોતાના લાગે, એ સિવાયની વ્યક્તિઓને એ ભલે પરાયી માને....પણ જે તત્ત્વજ્ઞ બન્યો છે, જે ક સત્તાથી ત્રાસી ગયો છે, ધર્મસત્તાની ઓથ લઈ જે કર્મસત્તાની સામે રણે ચડ્યો છે તેણે તો સઘળા જીવોને પોતાના માનવા જોઈએ, કોઈને પણ પરાયો માનવો ન જોઈએ. યુધિષ્ઠિરનું પેલું ગણિત એણે પણ અપનાવવું જોઈએ. દુર્યોધનની પત્ની ભાનુમતી યુધિષ્ઠિર પાસે સ્વપતિ વગેરેને છોડાવવા માટે સહાયની યાચના કરતી આવી છે. ત્યારે ભીમ અને અર્જુન તો સહાય કરવા અંગે નારાજી દેખાડે છે. “દુર્યોધન આપણો શત્રુ છે, ભલે હેરાન થતો !' આવો ભાવ દેખાડે છે. ત્યારે યુધિષ્ઠિર કહે છે, “અંગત રીતે આપણે ભલે પરસ્પર શત્રુ રહ્યા, પણ જ્યારે બહારથી બીજો શત્રુ ઊભો થયો છે ત્યારે આપણે પાંચ જ નહીં એકસો પાંચ છીએ, દુર્યોધન વગેરે પણ આપણા જ ભાઈઓ છે.'
શ્રીમતી ઇન્દિરાગાંધી ભારતના વડાપ્રધાનપદે લગભગ ૧૮ વર્ષ રહ્યાં. એમાં વચમાં અઢી વર્ષ શ્રી મોરારજીદેસાઈના નેતૃત્વવાળી જનતાસરકાર રાજ કરી ગઈ. એ જનતા સરકાર ચૂંટાઈને આવી એ પૂર્વેના ઇન્દિરાજીના શાસનમાં કટોકટી, મોંઘવારી વગેરેના કારણે પ્રજા ખૂબ ત્રાસી ગયેલી. તેથી પ્રજાએ નવી ચૂંટણીમાં ઇન્દિરાજીને ફગાવી દીધાં અને જનતા સરકારને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org