________________
૪૮ .
હંસા ! તું ઝીલ મેત્રીસરોવરમાં સ્પેલ ધરાવનાર ખતરનાક બૉલરો હોય અને ટાઈટ ફિલ્ડીંગ કરનારા સુંદર ફિલ્ડરો હોય તોપણ એ ટીમમાં જો ટીમવર્ક ન હોય, ખેલાડીઓ એકબીજાને અંદરઅંદર કાપનારા હોય તો એ ટીમ વિજય મેળવી શકતી નથી. જયારે એવા જોરદાર રેકોસ નોંધાવનારા ખેલાડીઓ કદાચ ન હોય તોપણ જો પાર્ટીસ્પીરીટ જોરદાર હોય, તો એ ટીમ જીતી શકે છે. આ જ રીતે તપ, ત્યાગ, સ્વાધ્યાય વગેરે જોરદાર હોવા છતાં પોતાની ટીમરૂપ સર્વજીવો પ્રત્યે મૈત્રી નથી ને એકબીજાને કાપવાનું છે, તો કર્મસત્તા સાથે સંઘર્ષ ખેલવો કઠિન બની જશે... જયશ્રીની વરમાળા તો દૂર રહી.. પરાજયનાં જુતાંઓની માળા તૈયાર છે. માટે સર્વજીવોને પોતાની પાર્ટી માનવી આવશ્યક છે.
અનાદિકાળથી તો મોહરાજાએ જીવની એવી હાલત કરી નાખી છે કે ન પૂછો વાત.. એ જડને પોતાની પાર્ટી માને છે, અને જીવને શત્રુ પાર્ટી, એટલે જડ તરફથી કોઈપણ જાતની પ્રતિકૂળતા ઊભી થાય, તો પણ એ જડથી ઉદ્વિગ્ન થતો નથી. કિન્તુ એ પ્રતિકૂળતા ઊભી કરનાર તરીકે કોઈ ને કોઈ જીવને જવાબદાર કલ્પી-દોષિત ઠેરવી એના પ્રત્યે જ ઠેષ કરે છે. રસ્તે જતાં પત્થરની ઠોકર વાગે તોપણ માણસના મુખમાંથી લોકો કેવા છે ? રસ્તામાં જ્યાંત્યાં પથરા નાખી દે છે.” એમ જીવોને ગાળ દેતા શબ્દ સરી પડે છે. લક્ષ્મી ચાલી જાય, અને કરોડપતિમાંથી રોડપતિ બની જાય, તો એ “લક્ષ્મી ચંચળ છે, એ ગમે ત્યારે ચાલી જવાના સ્વભાવવાળી જ છે.” એવું ન વિચારતાં એવું વિચારે છે કે ફલાણા ભાગીદારે વિશ્વાસઘાત કર્યો, માટે આવું થયું. પેલો ધંધામાં વાંકો પડ્યો માટે ધંધો તૂટી ગયો. દરેક પ્રતિકૂળતાઓમાં કોક ને કોક જીવને જવાબદાર માની એની સાથે વૈરભાવ ઊભો કરનાર વ્યક્તિ એ વખતે આટલું વિચારી શકતી નથી કે, “કદાચ ખરેખર એણે મને પ્રતિકૂળ વર્તવા માટે પ્રયાસ કર્યો હોય, તોપણ મારા મોટા શત્રુ કર્મસત્તાનો એ પણ શત્રુ છે, એટલે મારે તો “શત્રુનો શત્રુ એ મારો મિત્ર' એ ગણિત રાખીને એને મિત્ર જ માનવો ભલો છે. નહીંતર કર્મસત્તા મારા પર વધુ જોરથી તૂટી પડશે. કોઈએ ગાળ આપી, કોઈએ વસ્તુ બગાડી નાખી, કોઈ જશ ઝૂંટવી ગયું. આવું બધું તો મારી જ પાર્ટીના સભ્યનો મારા પર પગ પડી જવા સમાન છે, એમાં અંદરઅંદર ઝગડી પડવામાં મને જ નુકશાન છે.'
અથવા તો જીવડો આવું વિચારી શકતો નથી કે આ તો કર્મસત્તાએ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org