________________
४८
સંપ ત્યાં જંપ રચેલું નાટક છે. એમાં એને આવો રોલ ભજવવા મળ્યો છે, માટે એ આ રીતે વર્તે છે. કોઈ જડ ચીજ માટે એ હજુ કદાચ આવું વિચારી શકે છે. શરીર બીમાર રહ્યા કરતું હોય અને પ્રતિદિન અનેક પ્રકારની હેરાનગતિઓ કર્યા કરતું હોય તો, જે સાધક થોડી ભૂમિકા આગળ વધેલો છે, તે આ વિચારે છે કે, “મારું ભાગ્યે જ એવું છે કે શરીર સારું ન મળ્યું અને બધી વાતે હેરાને કર્યો કરે છે.” પણ આ જ ભૂમિકાવાળો જીવ પોતાના ભાઈ કે પત્ની કે એવા કોઈ અન્ય સ્વજન તરફથી વારંવાર હેરાનગતિ થતી હોય ત્યારે આવું વિચારી શકતો નથી કે મારા કર્મો ફટેલાં છે તેથી આવી કર્કશા પત્ની મળી ! જડ તરફથી આવતી પ્રતિકૂળતા માટે સમાધાન કરી લેવું હજુ સરળ છે, પણ જીવ તરફથી આવતી પ્રતિકૂળતા માટે સમાધાન કરી લેવું એટલું સરળ નથી. ઉતાવળે હાંફળોફાંફળો થઈને જતો માણસ રસ્તામાં પડેલી લાકડી કે સળિયામાં પગ આવવાથી પડે તો “હું બરાબર જોઇને ન ચાલ્યો તેથી પડ્યો એવું સમાધાન કરી શકે છે, પણ પગ લાંબા કરીને બેસેલા કોઈ માણસના પગમાં પગ આવી જવાથી પડે તો આવું સમાધાન કરી શકતો નથી, પણ ઉપરથી “રસ્તામાં આ રીતે પગ લાંબા કરીને બેસાતું હશે ? લોકો આવતાજતા હોય ?' ઇત્યાદિ શબ્દોથી એ વ્યક્તિને ઝાટકી નાખે છે. આ વાત પણ શું એ બાબતનું સૂચન નથી કરતી કે, “આપણો ઝોક જડ તરફ વધુ છે અને જીવ તરફ ઓછો છે યા છે જ નહીં.” આ જ એક મહત્ત્વનું કારણ છે કે જેના કારણે લગભગ બધાની આવી એક સર્વસામાન્ય સાયકોલૉજિક ઇફેકટ ઘડાયેલી હોય છે કે જડની અનુકુળતા પામીને એ જેટલો દિલથી હરખઘેલો થઈ જાય છે એટલો હર્ષાન્વિત જીવની અનુકૂળતા પામીને થઈ શકતો નથી. ભોજનમાં ચટણીનો એક લસરકો જીભ પર મૂકે ને જે હરખ થાય છે એ વખતે તેવો હરખ પત્નીએ આવી સુંદર ચટણી બનાવી એમ પત્નીની મહત્તા લાગે એ રીતે શું દિલથી અનુભવાય છે ? જ્યારે
જ્યારે પણ પુગલની અનુકૂળતા મળે ત્યારે ત્યારે અંદરથી આનંદનું ફિલીંગ થાય છે પણ ત્યારે ત્યારે એ અનુકુળતા ઊભી કરી આપનાર વ્યક્તિને દિલથી અભિનંદવાનું થતું નથી. આનાથી જ વિપરીત, એકાદ વાર પણ જો ચટણી બગડી ગઈ તો પત્ની પર તૂટી પડ્યા વગર
દાંત વચ્ચે જીભ કચરાઈ જાય તો પંતને હથોડી મારીને તોડી તો Mાય, કેમકે જીભ અને દાંત... બધું જ આપણે છીએ. રમણમહર્ષિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org