________________
૫૦
હંસા !.. તું ઝીલ મૈત્રીસરોવરમાં માણસ રહી શકતો નથી. રોજ વ્યવસ્થિત કામ કરનારો નોકર એકાદ દિવસ પણ કંઈક કામ બગાડી નાખે તો એના પર ગુસ્સે થઈ જનારો માણસ રોજ ને રોજ વાંકા પડીને કામ બગાડનાર શરીર પર ગુસ્સે થતો નથી. વર્ષો સુધી ઇચ્છા મુજબ વર્તેલી પત્ની જો એકાદવાર પણ ઇચ્છાવિરુદ્ધ વર્તે, અરે ! વર્તે શું ? “એ મારી ઇચ્છાવિરુદ્ધ વર્તી રહી છે' એવી કલ્પનામાત્ર પણ આવે તો માણસના દિલમાં જાતજાતની કલ્પનાઓ ઊભી થવા માંડે છે જે શરીર-વેપાર માટે થતી નથી. શરીર ઇચ્છા વિરુદ્ધ વર્ત-એટલે કે રોગી બનવા માંડે કે વેપાર ઇચ્છા વિરુદ્ધ જાય એટલે કે ખોટ કરાવે તો એની વધુ કાળજી કરનારો માણસ કોઈ સ્વજન ઇચ્છા વિરુદ્ધ વર્તવા માંડે તો એના પ્રત્યે પ્રેમ વધારવાને બદલે ઘટાડવા કેમ માંડતો હશે ? “મારું કહ્યું કરતો નથી એવું જે દિવસથી લાગવા માંડે એ દિવસથી પુત્ર પ્રત્યેના વાત્સલ્યમાં ઓટ આવવા માંડે છે એ શું સર્વસામાન્ય પ્રતીતિ નથી ? પુત્ર સુખી બને એ માટે પહેલાં જે પ્રયાસો ચાલુ હતા તે હવે ઢીલા પડવા માંડે છે એ શું અનુભવસિદ્ધ નથી ?'
આ અને આવાં બીજાં બધાં આપણાં વલણો એ જ સૂર કાઢે છે કે, “જડ સાથેનો આપણો સંબંધ ગાઢ થયેલો છે, એનું જ આપણને - આકર્ષણ વધુ છે, એના પર આપણો વધુ ભરોસો છે, એને જ આપણે પોતાની પાર્ટી માનીએ છીએ. આની સામે જીવસમૂહને આપણે ઑપોઝ પાર્ટી માનીએ છીએ, એની સાથે સાચો સંબંધ થયેલો નથી. એનું કે એના ગુણોનું આપણને વાસ્તવિક આકર્ષણ નથી. જે કોક જીવનું આકર્ષણ હોવું જણાય છે એ પણ એની પૌગલિક સમૃદ્ધિના કારણે જ.” આ અંગે વધુ વિચારણા માટે વાંચો : હૈયું મારું નૃત્ય કરે.......
પુદ્ગલ અને જીવ પ્રત્યેના આપણા વલણમાં આ જે તફાવત છે તેના કારણે મગજમાં એક અજબ ગણિત સ્થાન લે છે. આ એક એવું ગણિત છે જેનો આવિષ્કારક કોણ છે ? ક્યારે એ અસ્તિત્વમાં આવ્યું ? કેમ આવ્યું ? કશી ખબર નથી. કોઈ ટીચર-બીચર વર્ગમાં કે ટ્યુશન ક્લાસમાં ભણાવે છે એ સાંભળ્યું નથી... એની કોઈ ટેસ્ટબુકરેફરન્સબુક કે ગાઈડબૂક પબ્લિશ થઈ હોય એવું જોવા મળ્યું નથી..
છતાં એક વાત નિશ્ચિત છે. બાળક જ્યારે આ દુનિયામાં સૌ પ્રથમવાર આંખ ખોલે છે ત્યારથી આ સૂત્ર શીખ્યું જ હોય છે કે.... પોતાનાપણું જેટલું ગાઢ. ભૂલ એટલી ક્ષમ્ય...
એક અંગ્રેજી કહેવત આ જ વાત જણાવે છે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org