________________
ભૂલ ભૂલી જવા યોગ્ય હોય તે....
૧૧૭ ડૉક્ટરે નાડી પારખી લીધી. દવા પ્રિસ્ક્રાઈબ કરી કે, “જુઓ બહેન ! તમારા રૂપ કે પતિની સેવા અંગે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. એ માટે હવે કોઈ નવો વિશેષ પ્રયાસ આવશ્યક નથી. પણ તમે આટલું કામ કરો, પતિની ભૂલ વખતે તમે આવું જે સંભળાવો છો તે બંધ કરી, હવે જ્યારે તમારી કોઈ ભૂલ થઈ હોય, ત્યારે તમારે આવું કહેવું કે, “આ તો તમે છો તો મારી આવી ભૂલોને સાંખી
લ્યો છો, બીજો કો'ક પતિ મળ્યો હોત, તો ક્યારનીય મને તગેડી મૂકી હોત !” બસ, તમે આટલું કરો ને મહિના પછી મને મળો. એ મહિલાને તો ગમે તે ભોગે પતિનો પ્રેમ સંપાદન કરવો હતો. એણે આ સલાહને સ્વીકારી લીધી. પછી તો મહિનાનીય ક્યાં જરૂર હતી ? પંદરેક દિવસ થયા હશે ને એ સન્નારી હરખાતી હરખાતી ડૉક્ટરને Congratulations આપવા આવી. .
“ડૉક્ટર સાહેબ ! અભિનંદન ! અભિનંદન ! તમારી સોનેરી સલાહ ફળી. હવે તો મારા પતિદેવ મને એટલા બધા ચાહે છે કે ઓફિસેથી સીધા ઘરે જ આવી જાય છે. રજાના દિવસે યા તો ઘરે રહે છે, યા તો બહાર મનેય સાથે લઈ જાય છે.'
લોકોમાં પ્રિય બનવું છે? સહપાઠી, સહવાસી અને સહપ્રવાસીઓનો પ્રેમ સંપાદન કરવો છે? તો આ સુવર્ણસૂત્ર ડાયરીમાં ટપકાવી રાખો“પોતાની ભૂલને કોઈ જ જાતના બચાવ વગર સ્વીકારી લ્યો. અન્યની ભૂલને ક્યારે ય યાદ ન કરો, સંભળાવો નહિ કે કબૂલ કરાવવા પ્રયાસ ન કરો.” બેશક, આ ઘણું કઠિન કાર્ય છે, કેમકે આપણી સાહજિક પ્રવૃત્તિ આનાથી વિપરીત છે. કોઈની પણ ભૂલ જોવા મળી તો આપણા મગજમાં એની નૅગેટીવ તૈયાર થઈ જાય છે ને પ્રસંગે પ્રસંગે એમાંથી પૉઝીટીવ નીકળ્યા જ કરે છે. એમ કોઈની પણ ભૂલ સાંભળવા મળી તો એ મગજમાં ટેપરેકોર્ડ થઈ જાય છે. જ્યારે જ્યારે રેકોર્ડપ્લેયર પર ગોઠવાય ત્યારે ત્યારે વાગવા માંડે. કોઈના પણ નરસા વર્તનને ભૂલી જવાનું છે, એના બદલે એને વારંવાર યાદ કરવામાં આવે, કહ્યા કરવામાં આવે તો એનાથી વૈરની ગાંઠ બંધાય છે. શરીરમાં લોહી વહેતું જ રહેવું જોઈએ, તો જ સ્વાથ્ય જળવાય. જો એ વહેતું અટકી જાય ને એક સ્થાને જમા થવા માંડે તો એમાંથી ગાંઠ બને છે (લોહી ગંઠાય છે) જે અનેક પ્રકારનું અસ્વાથ્ય ઊભું કરે છે. એમ અન્ય વ્યક્તિઓની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org