SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬ હંસા ! તું ઝીલ મેત્રીસરોવરમાં પ્રિય હોય તોપણ ધીમે ધીમે કડવો લાગવા માંડે છે, પોતાની ભૂલ માટે આવી અપેક્ષા લઈને ફરનારો આ જ જીવ, જયારે બીજાની ભૂલ દેખે છે ત્યારે તો એની એ ભૂલ સંભળાવવા-કબૂલ કરાવવા તત્પર જ રહ્યા કરે એ પણ મોહરાજાએ નાખેલો એક પાસો છે. આ માટે તત્પર રહીને પણ જીવ બીજાઓ સાથે શત્રુતા જ ઊભી કરે છે, મીઠા સંબંધોને તોડતો જ જાય છે. પોતાની પ્રિયતાને ઘટાડતો જ જાય છે ને એક દિવસ સાવ અપ્રિય થઈ પડે છે.....' Return to Religion 11441 42sHi zÀS UPE2il 2114Siciozł એક કિસ્સો લખ્યો છે - પોતે માનસચિકિત્સક ને અનેક પ્રકારના કેસો એની પાસે આવે. માનવમનનો ઘણો અભ્યાસ થઈ ગયેલો એટલે સાયકેટેરિસ્ટોની ટ્રાઈસાઈક્લિક કે ટ્રાક્વિલાઈઝર લઈ લઈને થાકી ગયેલા રોગીને પણ એવી એવી સલાહો Suggestion આપે કે ડિપ્રેશન-સપ્રેશન-મેનિક વગેરે રોગો પણ કંટ્રોલમાં આવી જાય ને લગભગ કેસ સારો થઈ જાય. એક વાર એક મહિલા રૂમ્સ પર આવી. Talk therapy, દરમ્યાન મહિલાએ ફરિયાદ બતાવી, “પોતે બધી રીતે પતિની સેવા કરતી હોવા છતાં, અને પતિ સિવાય અન્ય કોઈ પુરુષને ચાહતી ન હોવા છતાં તેમજ સારી એવી રૂપાળી હોવા છતાં એના પતિને એ વહાલી નહોતી. એનો પતિ એને પ્રેમથી બોલાવતો નહોતો. રજાના દિવસે ઘેર રહી કે બહાર સાથે ફરવા લઈ જઈ પ્રેમગોષ્ઠી કરતો નહોતો, એકલો જ બહાર ફરવા જતો રહેતો.” આ તો રહ્યો માનસચિકિત્સક. એ સ્ત્રીના મનનો ઊંડાણથી અભ્યાસ કરવા એણે અનેક પ્રકારના ઝીણવટભર્યા પ્રશ્નો પૂછયા, સવારે તમે પહેલાં ઊઠો છો કે પતિ ? ચા-નાસ્તો તમે તૈયાર કરો છો કે પતિએ કરવા પડે છે ? રસોઈ પતિને મનપસંદ બનાવો છો કે તમારે મનપસંદ ? ઓફિસે જવાના સમયે તૈયાર થવામાં પતિને સહાય કરો છો કે નહીં ? એના ઓફિસકાર્યમાં તમે દખલ કરો છો કે નહીં ? ત્રણ કલાક સુધી અનેક પ્રકારની ઈક્વાયરી કરી. એમાં એક એવી તારવણી પર એ આવ્યો કે જ્યારે પતિએ કાંઈ ભૂલ કરી હોય ત્યારે એવું સંભળાવવાની આને ટેવ હતી કે, “આ તો હું છું તે બધું નભાવી લઉં છું, બીજી કોક હોત તો, તો ક્યારની ય ભાગી ગઈ હોત.” બસ, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005653
Book TitleHansa tu Zil Maitri Sarovar Ma
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherBhuvane Dharmjaykar Prakashan
Publication Year
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy