SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ ભૂલ : ભૂલી જવા યોગ્ય હોય તે... આપવો. ઊંધી ઊંધી સલાહો આપવી, એ મુજબ ઊંધાં કાર્યોં કરાવવાં ને પરિણામે હેરાન કરવો. એની એક એક સલાહ ઊંધી જ હોય છે. એક વ્યક્તિથી કોક ભૂલ થઈ ગઈ. એની એ ભૂલનો જાણકાર કે અજાણ વ્યક્તિ કોક સભામાં કે ચારની વચમાં જનરલી જ એ ભૂલનું વર્ણન કરતાં બોલે છે.. કે, “આજે દુનિયાય કેવી થઈ ગઈ છે, કેટલાય લોકો એવા હોય છે કે જેઓ આવી આવી ભૂલો કરે છે.'' બસ, આ ભૂલ કરનાર વ્યક્તિ એમ જ માની લેશે કે, “એણે મને સંભળાવ્યું. મારી ભૂલની ટીકા કરી.’' આવું માનીને એ દુઃખી થશે, મનમાં ઉદ્વેગને ધારણ કરશે. એ જ વ્યક્તિએ કોક સારું કામ કર્યું, જેનું કામ કર્યું હતું, એ જ વ્યક્તિ કોક સભામાં કે ચારની વચમાં જનરલી જ આમ બોલે છે કે ‘આજેય દુનિયામાં સારા સારા પરોપકારી જીવો વસે છે જેઓ આવું આવું કોઈનું સારું કામ કરી આપે છે.'' આ સાંભળીને શું ‘મારી પ્રશંસા કરી' એવું માનીને એ પ્રસન્ન થશે ખરો ? એને સંતોષ થઈ જશે ખરો ? ના, ત્યાં તો એ એમ જ વિચારશે ‘“સારા કામની વાત કરી, પણ એ કામ મેં કર્યું છે એવું મારા નામ સાથે ક્યાં કહ્યું ? લોકોને શી રીતે ખબર પડે કે એ કામ મેં કર્યું છે ને આ મારી પ્રશંસા થઈ રહી છે ?’' છે ને મોહે કરેલી જીવની વિચિત્રતા ! ખરાબ કામની કોઈ વગર નામે જનરલી વાત કરે છે તો માથે ટોપી પહેરીને દુઃખી થઈ જવા તૈયાર ને સારા કામની એ રીતે વગર નામે જનરલી વાત કરે છે તો ખુશ થવા તૈયાર નથી ! ખરાબ કામ અંગે ‘લોકો નામ સાથે જાણે તો જ મારી ટીકા થઈ કહેવાય.' એવું નહીં ! ને સારા કામ અંગે ‘લોકો નામ સાથે જાણે તો જ મારી પ્રશંસા થઈ કહેવાય.’ એવો આગ્રહ ! આવી વિચિત્રતા શું હેરાન થવાની જ એક રીત નથી ? શું આ પણ જીવને દુઃખી કરવાની મોહરાજાની એક ચાલબાજી નથી ?’ ૧૧૫ આવી જ મોહની એક ચાલબાજી છે, જેનો આપણે પ્રસ્તુતમાં વિચાર કરી રહ્યા છીએ, મોહરાજા આ જીવ પાસે ‘મારી ભૂલ કોઈ ઉચ્ચારે નહીં, કોઈ યાદ કરાવે નહીં એવી અપેક્ષા બંધાવે છે. અને તેથી જ પોતાના જ જેવા સ્વભાવવાળો બીજો જીવ જ્યારે એ ભૂલને ઉચ્ચારે છે, યાદ કરાવે છે, કબૂલ કરાવવા પ્રયાસ કરે છે ત્યારે આ જીવ એની સાથે શત્રુતા ઊભી કરવા માંડે છે. એ જીવ ગમે તેવો Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005653
Book TitleHansa tu Zil Maitri Sarovar Ma
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherBhuvane Dharmjaykar Prakashan
Publication Year
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy