________________
૧૧૮
હંસા !... તું ઝીલ મેત્રીસરોવરમાં
ભૂલોના પ્રસંગો તો બન્યા જ કરવાના છે. એ વહેતા રહેવા જોઈએ, તો જ સ્વસ્થ રહેવાય. એના બદલે જો કોઈ પણ પ્રસંગ વહ્યો નહીં અને દિલમાં જમા થઈ ગયો તો એ વારંવાર યાદ આવશે. અન્યની ભૂલની વારંવાર યાદ એ વૈરની ગાંઠરૂપ બની જાય છે, જે આત્મામાં અનેક પ્રકારની અસ્વસ્થતાઓને પેદા કરે છે. આ અસ્વસ્થતાઓથી બચવું હોય અને આદરપાત્ર બનવું હોય તો આ સાહજિક વૃત્તિને તિલાંજલિ આપવી પડશે, આ વૃત્તિ જો ન છૂટી તો ઊભો થયેલ પ્રેમસંબંધ પણ તૂટી જઈ શત્રુતા પેદા થવાની શક્યતા ઊભી થાય છે ને આ વૃત્તિ જો છૂટી ગઈ તો તૂટી ગયેલો સંબંધ પણ જોડાતાં વાર લાગતી નથી.
દુનિયામાં જોવા મળે છે કે જે યુવક-યુવતીના વિવાહ થઈ ગયા હોય પણ હજુ લગ્ન થયાં ન હોય ત્યારે કેટલો બધો પ્રેમ હોય છે ? કલાકોના કલાકો સુધી મળે, હરેફરે, પ્રેમથી વાતો કરે, વચ્ચે લાંબો વિરહકાળ પડી જાય તો એકબીજાની યાદ આવ્યા કરે, વિરહ વેદના અનુભવાય. ક્યારેક સાચા દિલથી એવી લાગણી અનુભવાય કે જરૂર પડ્યે એકબીજા ખાતર પ્રાણ પાથરી દઈશું. પણ આ જ યુગલ જ્યારે લગ્નગ્રંથિથી જોડાઈ જાય છે, દાંપત્યજીવન શરૂ થાય છે, ને પછી ચારછ મહિના પસાર થયા ન થયા ત્યાં પ્રેમમાં ઓટ આવવા માંડે છે. એકબીજાનો સ્નેહ ઊતરવા માંડે છે, પહેલાં જેવી લાગણીઓ અનુભવાતી નથી. મોટાભાગનાં દંપતીઓમાં આવું શા માટે જોવા મળતું હશે ? લગ્ન પહેલાં તો એકબીજાને માત્ર મળવાનું હતું, હરવાફરવાનું ને પ્રેમગોષ્ઠીઓ કરવાનું હતું, પણ બીજી કોઈ રીતે એકબીજાને ઉપયોગી બનવાનું નહોતું, જ્યારે લગ્ન પછી તો પતિ સારી એવી રકમ ખર્ચાન પત્નીને સારી સારી ચીજો લાવી આપે છે, એના બધા આર્થિક પ્રશ્નો પોતાના માથે લઈ લ્ય છે, બીજી બાજુ પત્ની પણ સુંદર સુંદર વાનગીઓ બનાવી પતિને પ્રસન્ન કરે છે, ઘરની બધી જવાદારીઓ સંભાળી લે છે. વળી એકબીજાને દેહસુખ આપે છે તે તો જુદું. લગ્ન બાદ આમ પરસ્પર અનેક રીતે ઉપયોગી બને છે તો પરસ્પરનો પ્રેમ વધવો જોઈએ કે ઘટવો ? મોટે ભાગે પ્રેમમાં ભરતીના બદલે ઓટ આવતી જોવા મળે છે.
આનું એક બહુ જ મહત્ત્વનું કારણ એ છે કે સામાની ભૂલો જોયા કરવી, જોવા મળી તોય ગળી જવાની વાત નહીં, ગમે તે રીતે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org