________________
૧૫૪
હંસા !.. તું ઝીલ મૈત્રીસરોવરમાં ગુણગાન, એની આવશ્યકતાનો હાર્દિક સ્વીકાર, મીઠા મધ જેવા શબ્દો.... આ બધું ક્લોરોફોર્મ છે. આનાથી એનું મન એટલું બધું આવર્જિત થઈ જાય છે, કે એ પછી એ ગમે તેવા કડક શબ્દો પણ વિના પ્રતિકાર સાંભળી શકે છે. મનની આવી આવર્જિતતા એ જ એની બેહોશી છે. તેથી એના ઑપરેશન પૂર્વે આ બધું અતિઆવશ્યક છે. અરે ! વિચાર તો એ આવે છે કે “જેની કડવાશ જીભ પર રહે તોપણ બે ચાર ક્ષણ, એ પછી નહીં, એવી કડવી ગોળીને પણ સુગરકોટિંગ ચડાવવામાં આવે છે, તો જેની કડવાશ મનમાં માત્ર બેપાંચ ક્ષણ જ નહીં, પણ બે-પાંચ કલાક, બે-પાંચ દિવસ, યા બે-પાંચ વરસ પણ રહી શકે છે, એવા શબ્દોને સુગરકોટેડ કરવાની શું કોઈ જરૂર નહીં ? સુગરકોટીંગ વિનાની દવાને સ્વીકારવા જીભ તો હજુ તૈયાર થઈ જશે, પણ સુગરકોટીંગ વિનાના શબ્દોને સ્વીકારવા માનવમન લગભગ તૈયાર થતું નથી.
ભૂલને તે જ ક્ષણે સુધારી નાખવાના મિથ્યાભિમાનમાં રાચનારો તો સીધી જ ભૂલની શસ્ત્રક્રિયા શરૂ કરી દે છે. વાત્સલ્યભરપૂર દિલે કરાતી પ્રેમપૂર્ણ વાતોનું ક્લોરોફોર્મ સૂંઘાડવાનો કે સ્વવચનોને મીઠાશવાળાં કરવાનો એને અવસર જ ક્યાં હોય છે ? એટલે બેહોશ ન થયેલું મન, એની વાતો સામે બળવો પોકારે છે, જે મહાનુક્શાનને ખેંચી લાવે છે.
કેટલાક માણસો નિંદા કરવામાં ખૂબ કુશળ હોય છે. કંઈક વાત ચાલતી હોય ને એવી સિફતથી કોકની વહી વાંચવાની ચાલુ કરી દે, કે સાંભળનારનેય એક ક્ષણ તો ખ્યાલ ન આવે, ને એય એમાં તણાઈ જાય. નિંદાપોરની આ કલાનો જો અભ્યાસ કરવામાં આવે તો જણાય છે કે એ નિંદાની સીધેસીધી શરૂઆત લગભગ નથી કરી દેતો. કારણ, એ જાણતો હોય છે કે અન્યની હલકી વાતો સાંભળવા માટે સામો માણસ લગભગ તૈયાર હોતો નથી. એટલે પહેલાં, જેની નિંદા કરવી હોય તેની સારી વાતો કહેવાનો પ્રારંભ કરે છે. “તમે ફલાણાને જાણો છો ? એણે હમણાં ધર્મશાળા માટે ૨૫૦૦૦નું દાન આપ્યું. બે મહિના પૂર્વે ફલાણી પાંજરાપોળનેય એણે ૧૦,000નું દાન આપેલ. ખરેખર કહેવું પડે ! જબરી ઉદારતા છે.” આવી બેચાર સારી વાતો કહે, એટલે શ્રોતા એની વાતોને વિના પ્રતિકાર રસથી સાંભળવા માટે તૈયાર થઈ જાય છે. બાકી જો એ આવી વાતોથી પ્રારંભ કર્યા વિના જ એની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org