SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૦ હંસા ! તું ઝીલ મેત્રીસરોવરમાં થાવત્ મોક્ષનું સુખ આપનાર જો કોઈ હોય તો આ મિત્ર છે. સહન કરવાનું મૂલ્ય ચૂકવ્યું એટલે કંઈક ને કંઈક અનુકુળ ઇષ્ટ ચીજ મળી જ સમજો. કુદરત ખૂબ પ્રામાણિક છે. તમે કિંમત ચૂકવી એટલે એ હોમડિલીવરીથી માલ પહોંચાડશે જ. જ્યારે હકીકત આ છે, ત્યારે કોઈના પણ તરફથી કોઈપણ પ્રકારની તકલીફ આવે તો એને સહન શા માટે ન કરવી ? પ્રહાર શા માટે કરવો ? પ્રભુ મહાવીર દેવે પણ કેટલું સહ્યું ? રસ્તે હાલતાં ચાલતાં હાલીમવાલીએ હેરાન કર્યા, તો એનું પણ સહન કર્યું, ગોવાળીઆએ કાનમાં ખીલા ઠોકવા સુધીનો ભયંકર ત્રાસ આપ્યો, એ પણ સહન કર્યો, કવિર વચ ? જન્મતાંની સાથે મેરુને કંપાયમાન કરી દેવાની તાકાત ધરાવનાર પ્રભુએ કદાચ કાનની બૂટી બે આંગળીથી દબાવી હોત તો એ ગોવાળીઓ રાડ પાડી જાત, ખીલા ઠોકવાની ખો ભૂલી જાત. આવું તો કાંઈ ના કર્યું, પણ ઉપરથી, એ ખીલો ઠોકી શકે એ માટે મસ્તકને થાંભલાની જેમ સ્થિર કરી એને સહાય કરી. “કર્મો ખપાવવાના મારા મુખ્ય જીવનધ્યેયને હાંસલ કરવામાં આ મને સહાય કરી રહ્યો છે, તો મારે પણ એને સહાય કરવી જોઈએ.” એવી ઉદાત્ત મૈત્રીભાવનાપૂર્વક સહન કર્યું. પોતાના શાસનમાં રહેવા ઇચ્છતા ભવ્યોને પણ પરમાત્માએ આ જ સૂત્ર આપ્યું છે-“સહન કરો, પ્રતિકાર નહીં, પ્રહાર નહીં.” પરમાત્મા ક્રર નહોતા. સ્વઆશ્રિત ભવ્યજીવો દુઃખી થાયહેરાન થાય, એવી કાંઈ પ્રભુની ઇચ્છા નહોતી. પણ ઝળહળતા કેવલજ્ઞાનમાં આ જ જોવા મળ્યું કે સહન કરવાથી જ આત્માની ઉન્નતિ છે. પ્રહાર કરવામાં તો અવનતિ જ છે. સહન કરવામાં જ જીવોનું હિત રહેલું છે. પ્રહાર કરવામાં તો અહિતની પરંપરા જ છે. માટે જ સાધુઓને પ્રભુએ કહ્યું, “દીક્ષા લેવા માત્રથી સહન કરવું એ જીવનમંત્ર બની જવો જોઈએ. વિહાર કરો, લોચ કરો, તપશ્ચર્યા કરો, જિનાજ્ઞા મુજબનું કષ્ટમય જીવન જીવો, બાવીસ પરીષદો અને ઉપસર્ગો સહો.” g siss zuicy, 241512 Agreed, no argue. Agreement જોઈએ, argument નહીં. જે સહર્ષ સ્વીકારે છે એ શાસનમાં ટકી શકે છે, પ્રગતિ સાધે છે અને ક્રમે કરીને સંસારસાગર તરી જાય છે. જે સંઘર્ષ કરવા તૈયાર થઈ જાય છે એ ડૂબે છે. જીવતો માણસ સમુદ્રની સામે પ્રતિકાર કરે છે-સંઘર્ષ કરે છે, માટે ડૂબે છે. મડદું કોઈ જ પ્રતિકાર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005653
Book TitleHansa tu Zil Maitri Sarovar Ma
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherBhuvane Dharmjaykar Prakashan
Publication Year
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy