________________
કર્મસત્તા : કુદરતે સ્થાપેલી કોર્ટ નથી કરતું, મોજ-પ્રવાહ દ્વારા સમુદ્ર અને જ્યાં લઈ જાય ત્યાં એની સાથે તણાવા તૈયાર હોય છે. માટે એ સમુદ્રની મધ્યમાં પણ કેમ ના હોય ? એ સમુદ્રમાં તરે છે અને કિનારો પામી જાય છે. જીવે પણ જો સંસાર સમુદ્રને તરવો છે, તો કોઈ જ પ્રહાર કે પ્રતિકાર કરવાનું બંધ કરવું પડશે. બાકી જે પ્રહાર કરવા ગયો તે શાસનમાંથી ફેંકાઈ ગયો સમજો અને સંસારમાં ડ્રવ્યો સમજો.
- પેલા દેવના સાન્નિધ્યવાળા મહારાજ. નદીકિનારેથી પસાર થઈ રહ્યા હતા ને ગફલતથી, કો'ક ધોબીએ રેતી પર સૂકવેલાં કપડાં પર, પગ પડી ગયો. ધોબી ગુસ્સે થઈને એલફેલ બોલવા લાગ્યો. માંથી ગાળ બોલતો જાય ને હાથથી મારતો જાય.... મહારાજ પણ ગુસ્સે થઈને સામે મારવા લાગ્યા. ઘણું ધીંગાણું થયા બાદ બે જુદા પડ્યા. સાધુને સારી પેઠે માર પડેલો. દેવ હાજર થયો એટલે સાધુએ ફરિયાદ કરી, “અત્યાર સુધી ક્યાં ગયા તા ? ખરી જરૂર હતી ત્યારે જ તમે સહાય ન કરી. મેં તમને કેટલા યાદ કર્યા !” એટલે દેવે કહ્યું કે હું તો તૂર્ત જ આવી ગયો 'તો, પણ ક્રોધચંડાલથી સ્પર્શાવેલા તમે બને મને એકસરખા દેખાયા. ધોબી કોણ અને સાધુ કોણ એનો હું નિર્ણય જ કરી ન શક્યો, મદદ કોને કરું ? ( હિન્દુ પરંપરામાં એક સુંદર વાત આવે છે. શ્રી કૃષ્ણ ભોજન માટે બેસેલા. રુક્મિણી પંખો નાંખે છે અને અચાનક શ્રીકૃષ્ણ ઊભા થઈ ગયા. ડેલી સુધી ગયા. પાછા ફરીને જમવાનું પૂરું કર્યું. રુક્મિણી શ્રીકૃષ્ણને પૂછે છે-કેમ અધવચ્ચે ઊઠી ગયેલા ને ફરી પાછા આવી ગયા. શું બન્યું ? ત્યારે શ્રીકૃષ્ણ કહે છે-મેં જોયું કે પૃથ્વી પર મારો એક ભક્ત નિરાધાર બની ગયો છે. બહુ ઊંચી કોટિનો સંત હતો. પણ લોકોને એ પાગલ જેવો લાગતો હતો. ન એનાં કપડાંનાં ઠેકાણાં, ન બીજું કાંઈ ઠેકાણું. છોકરાઓ એની પાછળ પડેલા. પાગલ-પાગલ કહીને પથ્થર મારતા હતા. મેં જોયું અને મને થયું કે આ માણસ બિલકુલ પ્રતિકાર કરતો નથી. તો પછી મારે ધ્યાન રાખવું જોઈએ. એટલે હું દરવાજે ગયો. પણ એ વખતે જોયું કે એણે પણ પેલા છોકરાઓને મારવા માટે પત્થર ઉપાડ્યો. એટલે ત્યાં મારી જરૂર નથી એમ માનીને હું પાછો ફરી ગયો.
પ્રકારનો પ્રયાસ થયો અને દેવનું કે શ્રીકૃષ્ણનું સાન્નિધ્ય-રક્ષણ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org