________________
૭૨
હંસા ! તું ઝીલ મૈત્રીસરોવરમાં ન મળ્યું, તો શાસનનું પણ શી રીતે મળશે ? એ છૂટી નહીં જાય ? જેની સહન કરવાની તૈયારી જ નથી એને શાસનમાં નંબર નથી મળતો, પ્રવેશ નથી મળતો, પ્રભુ દરબારની બહાર જ રહેવું પડ
છે.
એક કાલ્પનિક કથા : એક શ્રાવકભાઈ દેરાસરમાં પ્રવેશ કરવા જાય છે ને પાછળથી અવાજ આવ્યો. “ઊભા રહો'- જોયું પાછળ, પણ કોઈ ના દેખાયું, પાછા પેસવા ગયા, ત્યાં પુનઃ અવાજ આવ્યો. ‘ઊભા રહો, મારી ફરિયાદ સાંભળો.” જરા ધારીને જોવા છતાં કોઈ ન દેખાવાથી પાછો પ્રવેશ માટે પગ ઉપાડયો. ત્યાં ફરીથી અવાજ આવ્યો.
અરે ! ઊભા રહો, મારી પ્રત્યે થતા ઘોર અન્યાયને અટકાવો. હવે બારીકાઈથી જોયું તો ખ્યાલ આવ્યો કે પોતે બહાર ઉતારેલાં જૂતાં જ બોલી રહ્યાં હતાં. “બોલ ભાઈ ! તને શું અન્યાય થઈ રહ્યો છે ?” “તમે મને બહાર ઉતારી દો છો, પ્રભુના દરબારમાં લઈ જતા નથી. અને ચામડામાંથી જ બનેલા ઢોલ-નગારાં-ખંજરી જેવા અમારા જાતભાઈઓને અંદર સ્થાન આપો છો, આ ઘોર અન્યાય નથી ?” ક્ષણભર વિચાર કરીને શ્રાવકે જોડાને કહ્યું, “ચાલો, હું તમને અંદર લઈ જાઉં. પણ એ પહેલાં દરવાજે ઊભા રહીને અંદર નજર નાખી તમે નિર્ણય કરો કે ખરેખર તમારે અંદર આવવું છે કે નહીં ?” કુદરતી એ જ વખતે દેરાસરમાં આરતી ઊતરી રહી હતી. એટલે જેવી જોડાંઓએ અંદર નજર નાંખી કે તુરંત નિર્ણય કરી દીધો કે, “ના ભાઈ ના ! અમારે કાંઈ અંદર આવવું નથી.” “કેમ ?” “આ જુઓ ને અમારા જાતભાઈઓને કેવો માર પડે છે ? આ નગારાં પર લાકડીથી પ્રહાર થઈ રહ્યા છે. આ ઢોલક પર હથેલીથી માર પડી રહ્યો છે, ખંજરીને પણ થપાટો પડી રહી છે. અમારે કાંઈ આવું સહન કરવું નથી.” સહન કરવા તૈયાર ન હોવાથી જોડાઓને પ્રભુના દરબારમાં પ્રવેશ ન મળ્યો.
પ્રભુના દરબારમાં પ્રવેશવું છે ? ટકવું છે ? ટકીને આગળ વધવું છે ? જયારે, જયાં જેના તરફથી જેટલું ને જેવું સહન કરવાનું આવે એ બધું જ સહન કરો. ક્યાંય અકળામણ નહીં, ક્રોધ નહીં કે પ્રહાર નહીં. એ બે બદામનો પણ આદમી નહીં ને હું એનું સહન કરું ? આવું જ મનમાં આવતું હોય, તો પ્રભુ મહાવીર દેવને નજરમાં લાવો, પ્રભુએ કેવા કેવાનું કેવું કેવું સહન કર્યું ? એ જ પ્રભુના શાસનમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org