________________
૯૧
ન જોવાની ચીજ : અન્યની ભૂલ છે. મારો તીવ્રલાભાંતરાયનો ઉદય છે જેના કારણે મને ભિક્ષા મળતી નથી. બીજાની ભૂલ ન જોતાં પોતાની ભૂલ જોઈ, એટલે દ્વેષ અસમાધિસંક્લેશ-ક્રોધ વગેરેથી તો બચ્યા જ... પણ એવી સ્વસ્થતા અને પરમ સમાધિમાં ચડ્યા કે ક્ષપકશ્રેણિ માંડી, માત્ર લાભાાંતરાય જ નહીં, માત્ર અંતરાયકર્મ જ નહીં, ચારેય ઘાતી કર્મોનો ભુક્કો બોલાવી કેવલલક્ષ્મી
વર્યા.
- અન્યને ગુનેગાર જોવામાં આટલું ભયંકર નુકશાન છે, અને જાતને ગુનેગાર જોવામાં આટલો પ્રચંડ લાભ છે, એ જાણીને પ્રાજ્ઞ પુરુષે યોગ્ય રસ્તો અપનાવવો જોઈએ. આ માત્ર આધ્યાત્મિક દૃષ્ટિએ જ વાત નથી. ભૌતિક દૃષ્ટિએ પણ આ જ હકીકત છે. જે અન્યની ભૂલ જુએ છે એ શારીરિક, માનસિક, કૌટુંબિક, આર્થિક, સામાજિક વગેરે અનેક નુક્શાનોમાં ઊતરે છે. આનું મહત્ત્વનું એક કારણ એ છે કે જ્યારે માણસ અન્યની ભૂલ જુએ છે ત્યારે, થયેલા નુક્શાનનો આઘાત તીવ્ર લાગે છે. જયારે પોતાની ભૂલ જુએ છે ત્યારે, સમાન નુક્શાન થયું હોય, તોપણ એટલો આઘાત લાગતો નથી, બલ્ક ઓછો જ લાગે છે. આવું કેમ થાય છે ? તો આનું પણ મનોવૈજ્ઞાનિક કારણ છે... અન્યની ભૂલ જોવામાં આવે ત્યારે સામાન્યથી આવી વિચારસરણી મનમાં સ્થાન લેવા માંડે છે કે, “કાંઈ ધ્યાન જ રાખતો નથી, સાવ બેદરકાર થઈ ગયો છે. એને તો ઠપકારવો જ જોઈએ. નહીંતર, આજે આ ભૂલ કરી, કાલે બીજી કરશે, પરમે વળી ત્રીજી...આમ તો નુકશાનોની પરંપરા ચાલે. એકવાર ખખડાવીને કહ્યું હોય, તો બીજીવાર સાચવીને કામ કરે.” આને બદલે જો પોતાની ભૂલ જોવામાં આવે, તો, “હોય ભાઈ ! માણસમાત્ર ભૂલને પાત્ર, ભૂલ તો થઈ જાય. આમેય બધી ચીજો વિનશ્વર છે, મન ક્યાં બગાડવું ? ઈત્યાદિ વિચારસરણી આકાર લે છે. ડ્રાઈવર કારડ્રાઈવીંગ કરતો હોય... ટક્કર લાગે અને કારને નુક્શાન થાય. સ્વયં કારડ્રાઈવીંગ કરતા હોઈએ. ટક્કર લાગે અને કારને નુક્શાન થાય. આ બે પ્રસંગે વિચારધારામાં ફેર પડે છે ને ? પોતાની ગેરહાજરીમાં ભાગીદારે કોક સોદો કર્યો ને લાખ રૂ. ની ખોટ ગઈ, તો શા વિચારો આવે ? “આ રીતે વેપાર થતો હશે ? મને પૂછતાં શું થતું'તું ? હું નહોતો, તો ૪ દિવસ થોભવામાં શું બગડી જવાનું હતું ? આ રીતે ખોટ થાય એ કાંઈ ચલાવી લેવાય ? કાલે ઊઠીને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org