________________
૯૨.
- હંસા ! તું ઝીલ મેત્રીસરોવરમાં દેવાળું જ ફૂંકવું પડે ને !” આને બદલે, ભાગીદારની ગેરહાજરીમાં પોતે સોદો કર્યો હોય ને લાખ રૂ.નું નુક્શાન થયું તો કેવા વિચારો આવે ? “ધંધો છે, ક્યારેક ખોટ પણ જાય ! એના પર રોવા ન બેસી જવાય. રોવાના બદલે બીજા સોદા પર ધ્યાન આપીએ તો ખોટ રીકવર પણ થઈ જાય.”
આમ અન્યની ભૂલ જોવામાં મન નુકશાનને અનુકૂળ થઈને ભળવાથી એ નુક્શાન ઘણું આકરું લાગે છે, જયારે સ્વની ભૂલ જોવામાં, મન નુક્શાનને પ્રતિકૂળ રહેવાથી એ નુક્શાન હળવું લાગે છે. એ તો સ્પષ્ટ જ છે કે મન જેમાં ભળે એની તાકાત વધી જાય. નુક્શાન વધુ વરતાવાથી આઘાત આકરો લાગે છે જે આવેશને ખેંચી લાવે છે. આવેશ આવવાથી વિવેક ચક્ષુ બીડાઈ જાય છે. એટલે, “એક નુક્શાન તો થયું. એ કાંઈ આવેશ કરવાથી ભરપાઈ થઈ જવાનું નથી, પણ લાવ હવે વધુ નુક્શાનમાં ન ઉતરાય એની કાળજી કરું.” એ વાત ભૂલાઈ જાય છે. વળી, આવેશના કારણે ઝગડો ઊભો થાય છે જે શારીરિક માનસિક-આર્થિક વગેરે અનેક નુક્શાનોમાં માણસને ઉતારે છે.
કહે છે કે માનવશરીરમાં રહેલા હૃદયનું વજન તો ૨00 થી ૩૦૦ ગ્રામ જેટલું જ હોય છે. પણ એ પોતાનામાંથી ૭ થી ૮ કિલો જેટલું લોહી કાઢીને શરીરના પ્રત્યેક ખૂણે-ખાંચરે ફેરવીને પાછું શુદ્ધ કરવા માટે માત્ર બે મિનિટમાં ખેંચી લે છે. આ નાનોસરખો અવયવ ૨૪ કલાકમાં એટલો બધો શ્રમ કરે છે કે જેના વડે ૧૦00 કિલો વજનનો પત્થર લગભગ ૧૨૪ ફૂટ ઊંચો ચઢાવી શકાય. એક હૃષ્ટ પુષ્ટ માણસ સખત મજૂરી કરવા પાછળ એક દિવસમાં જેટલી શક્તિનો વ્યય કરે છે તેના ત્રીજા ભાગ જેટલી જ શક્તિ, વિશ્વનું સૌથી સંપૂર્ણ આ એંજીન ખર્ચે છે. આ હૃદય જો પોતાની સમગ્ર તાકાત જાતને ઊંચે ચઢાવવામાં લગાવે તો એક કલાકમાં ૨૦,૦૦૦ ફૂટ ઊંચે પહોંચી જાય. એટલે કે આબુના પહાડ કરતાં લગભગ પાંચ ગણી ઊંચાઈએ પહોંચી જાય. જન્મથી લઈને મૃત્યુ સુધીના સંપૂર્ણ જીવનકાળ દરમ્યાન એ પોતાનું કાર્ય કર્યા જ કરે છે. તમે કદાચ સૂઈ જશો.. એ નહીં સૂએ.... તમે ચાલો છો. બેસો છો... ખાવ છો. પીઓ છો... ઓ છો. ધુઓ છો.... કાંઈ પણ કરો છો કે કાંઈ પણ નથી કરતા... એનું કામ તો Day & Night ચાલુ જ છે. એ નથી કેઝયુઅલ લીવ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org