________________
હંસા !.. તું ઝીલ મેત્રીસરોવરમાં નગરીમાં ભટકે છે. પણ લાભાંતરાયનો એવો તીવ્ર ઉદય છે કે આવી સમૃદ્ધ અને ધર્મશ્રદ્ધાસંપન્ન નગરીમાંય અન્નનો એક દાણોય પામી શકતો નથી. એવામાં કોઈ મહોત્સવ આવ્યો. નગરની બહાર પર્વતની તળેટીમાં આવેલા ઉદ્યાનમાં એકઠા થઈ નગરવાસીઓ મહોત્સવ મનાવી રહ્યા છે. “આવા અવસરે તો મને કાંક મળશે જ.” એવી આશાથી એ ત્યાં પહોંચ્યો. પણ અંતરાય જોરદાર હતા, કાંઈ મળ્યું નહીં. એટલે નાગરિકો પર એને ભયંકર ગુસ્સો આવ્યો. “આ બધા મીઠાઈ અને ફરસાણ ઊડાવે છે ને મને એક રોટલાનો ટુકડોય આપતા નથી. ઠીક છે, હવે હું એમને બતાવી દઈશ.” ભયંકર રોષે ભરાયેલો એ પર્વત પર ચડ્યો. એક વિરાટ શિલાને જોઈ એને વિચાર આવ્યો કે આ શિલા નીચે ગબડાવું ને નગરવાસીઓને કચડી નાખું. ક્રોધાન્ધ બનેલો એ ભિખારી આટલું વિચારી શકતો નથી કે ““આવી વિરાટશિલાને હું ટસની મસ પણ કરી શકું એમ નથી, તો ગબડાવી તો શી રીતે શકીશ ?” એ તો શિલાની બીજી બાજુ જઈ જોરથી ધક્કો મારવા લાગ્યો. ત્રણ દિવસનો ભુખ્યો તો હતો જ, બેલેન્સ ગુમાવ્યું, પગ લપસ્યો ને શિલાને બદલે પોતે જ ગબડી પડ્યો ખીણમાં. લોકોને કચડી નાખવાના ભયંકર રદ્રધ્યાનમાં તો હતો જ, માત્ર ખીણમાં જ નહીં, ઠેઠ સાતમી નરકમાં ગબડી પડ્યો.” લોકો લુચ્ચાં છે, કપણ છે, પોતે બધું ઝાપટે છે એ મને કાંઈ પરખાવતા નથી, નિર્દય અને નિષ્કપ છે' ઇત્યાદિ રીતે લોકોની ભૂલ એ ભિખારીએ જોઈ અને એના પરિણામે લોકો પર દુર્ભાવ, દ્વેષ, ક્રોધ અને સાતમી નરકનાં રૌરવ દુઃખો-આ પરિણામ આવ્યું. આની જ સામે ઢંઢણઋષિને વિચારો. - યદુકુળના પનોતા રાજકુમાર ઢંઢણકુમારે ત્રિલોકનાથ શ્રીનેમિનાથ ભગવાનની દિવ્યદેશનાથી પ્રતિબોધ પામી દીક્ષા લીધી. એકદા અભિગ્રહ કર્યો કે મારી પોતાની લબ્ધિથી જે ભિક્ષા મળે તેને જ મારે આરોગવી. ધર્મશ્રદ્ધાથી ભરપુર અને ધનધાન્યથી સમૃદ્ધ દ્વારિકા નગરીમાં રોજ ભિક્ષાએ જાય. એક દિવસ થયો. સ્વલબ્ધિથી ભિક્ષા ન મળી. બીજો દિવસ થયો, ન મળી, ત્રીજો દિવસ.. ન મળી..એમ છ મહિના થયા, સ્વલિબ્ધિથી ભિક્ષા મળતી નથી. ઉપવાસ પર ઉપવાસ થયે જાય છે. છ-છ મહિનાના ઉપવાસ થયા, પણ નગરવાસીઓ પર કોઈ દોષારોપણ કરવાનું નહીં. પોતાનો જ દોષ વિચારે છે. લોકો તો ઘણા જ ભાવિક છે, દાનશ્રાદ્ધ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org