________________
ન જોવાની ચીજ : અન્યની ભૂલ
અરે ! મારી જરા ભૂલ થઈ. હજી તમે બરાબર પકડ્યો નહોતો ને મેં છોડી દીધો.” એટલે ભરવાડે પણ જાતને ગુનેગાર ઠેરવતાં કહ્યું, “ના ના, તારી કોઈ ભૂલ નથી, ભૂલ મારી છે. તેં તો બરાબર રીતે મને આપ્યો હતો, પણ મેં પકડવામાં ગરબડ કરી.” બન્નેએ એકબીજાને ગુનેગાર જાહેર કરવાનો પ્રયાસ ન કરતાં પોતાની ભૂલ કોઈ સ્વીકારવાનો પ્રયાસ કર્યો. એટલે ન કોઈ સંક્લેશ, ન કોઈ માનનો પ્રશ્ન, ન કોઈ રકઝક. તરત સ્વસ્થ થઈને ભરવાડણ નીચે ઊતરી.... ઉપર ઉપરથી ઘી ભરી લીધું. બાકીનું પણ બધું ઘી વેચીને સમયસર બીજા ગાડાવાળાઓ સાથે સ્વગામ પહોંચી ગયાં.
ગમે તેવો પ્રસંગ બને, સ્વભૂલ જુઓ એટલે સમાધિ ને સ્વસ્થતા સ્વાધીન બન્યા વગર રહે નહીં. ભયંકર અકળામણ થાય, સામી વ્યક્તિને શું નું શું કરી નાખવાનું મન થાય, કદાચ કંઈ જ કરી શકાય એમ ન હોય તો ય તીખામાં તીખો ઉપાલંભ આપતા કટાક્ષભર્યા વચનો મુખમાંથી નીકળી પડે, આવી પરિસ્થિતિમાં પણ પોતાની જ ભૂલ જોનારો અદ્ભુત સમાધિ જાળવી શકે છે. બિલકુલ શાંત રહી શકે છે. અને સામો અપરાધી પણ અત્યંત સંભાવ-અહોભાવવાળો થઈ જાય એવા મીઠાં વચનો બોલી શકે છે. ગર્ભવતી અવસ્થામાં યાત્રાના બહાને ભયંકર જંગલમાં એકલાં ને અટૂલાં મૂકાઈ રહ્યાં છે એવા અવસરે પણ સીતાજી કેટલાં સ્વસ્થ હતાં રામચન્દ્રજીને સંદેશો પણ કેવો ભવ્ય પાઠવ્યો ! એ પછી પણ જ્યારે એમનો અયોધ્યામાં પુન:પ્રવેશ કરાવવાનો હતો. અને સતીત્વની પરીક્ષારૂપે થયેલા અગ્નિના દિવ્યદ્વારા સો ટચના સોના જેવાં શુદ્ધ જાહેર થયા, લોકો “જગદંબે ! મહાસતી !' વગેરે શબ્દો દ્વારા જયજયકાર કરી રહ્યા છે, રામચન્દ્રજી શરમિંદા બનીને માફી માગી રહ્યા છે, ત્યારે પણ સીતાજીના મુખમાં કેવા ભવ્ય શબ્દો ગોઠવાયા હતા. ન કોઈ “માત્ર એક પક્ષની વાત સાંભળીને મને ભયંકર અટવીમાં તરછોડી દીધી. મને પણ સાંભળવી હતી.' ઇત્યાદિ ઉપાલંભ કે ન કોઈ, ‘છતાં ય મારી વાતોથી ખાતરી ન થાય ને સતીત્વની પરીક્ષા જ કરવી હતી, તો એ વખતે'ક્યાં નિષેધ કરવાની હતી ? બાકી તો, આવા રૌરવ જંગલમાં પૂરા દહાડા ભરાયા હતા એવી અવસ્થામાં પણ હું જીવતી રહી, હેમખેમ રહી અને આવા પરાક્રમી પુત્રોને કેળવ્યા એ જ શું મારા સતીત્વનો પ્રભાવ નથી કે જેથી દિવ્ય કરવું આવશ્યક રહે ?' ઇત્યાદિ કટાક્ષ. ઉપરથી રામચન્દ્રજી માફી માગવા માટે પગમાં પડવા ગયા તો એમને અટકાવીને એવી સુંદર વાત કરી કે, સ્વામિનાથ ! આ શું કરો ? આમાં તમારો કે પ્રજાજનોનો કોઈ અપરાધ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org