SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૬ હંસા ! તું ઝીલ મેત્રીસરોવરમાં નથી. અપરાધ હોય તો મારાં પૂર્વકર્મોનો છે. મારાં પૂર્વદુષ્કતોનો છે. ઊલટું, તમારો તો ઉપકાર થયો કે તમારા પ્રભાવે હું આ પરીક્ષામાં પાસ થઈ. તમને મારા દિલમાં રાખ્યા તો આ અગ્નિએ મને જીવતી રાખી. તમારા બદલે જો બીજા કોઈને દિલમાં ઘાલ્યો હોત, તો આ અગ્નિએ મને બાળીને સાફ કરી નાખી હોત, તો તમને સીતા નહીં, સીતાની રાખ હાથમાં આવત.” કેવા ભવ્ય બોલ ! કોઈ જ ઉકળાટ નહીં. કેવી ધીરતા, ગંભીરતા ને સ્વસ્થતા ! જરાક બે શબ્દો સંભળાવી દેવાનો કોઈ સળવળાટ નહીં? સીતાજી આ બધું શેના પર જાળવી શક્યાં ? બચપણથી તત્ત્વજ્ઞાન મેળવ્યું હતું. મારા કર્મો વાંકાં ન હોય તો ઇન્દ્રનીય તાકાત નથી કે મારા માથાના વાળ વાંકો કરી શકે. ને મારા કર્મો જો રુક્યાં હોય તો ઇન્દ્રનીય તાકાત નથી કે મારું રક્ષણ કરી શકે. નાનું કે મોટું કોઈપણ અનિષ્ટ થાય છે એ દરેકના મૂળમાં આપણી જ કોઈ ભૂલ રહેલી હોય છે. આપણે જ કોઈ દુષ્કૃત એવું કર્યું હોય છે જેના કારણે બંધાયેલું પાપકર્મ આપણને ગાળ ખવડાવવા વગેરે રૂપ અનિષ્ટ કરાવે છે. જો એવા દુષ્કત દ્વારા પૂર્વે પાપકર્મ બાંધ્યું ન હોય, તો કોઈ ગમે એટલી મહેનત કરે, આપણું કાંઈ બગાડી શકતો નથી. એકવાર હુમાયુઘોડા પર સવાર થઈને ભાગી રહ્યો હતો. બાળ અકબરને પીઠ પર એક કપડામાં બાંધેલો હતો. પાછળ દુશ્મનનો સેનાપતિ પીછો કરી રહ્યો હતો. અંતર કંઈક ઓછું થયું એટલે એણે તીરોનો મારો પણ ચાલુ કર્યો. પોતાના સુરક્ષિત કિલ્લામાં પહોંચી જવા માટે હુમાયુએ ઘોડાનો વેગ વધાર્યો. કોઈપણ રીતે પહોંચી જાઉં! બસ એક જ લગન. માંડ માંડ કિલ્લામાં સુરક્ષિત સ્થાને પહોંચ્યો. પોતાને હાથમાં અને પીઠ પર કોક કોક બાણ વાગેલાં. પણ સૌપ્રથમ એણે બાળ અકબરને જોયો, એને કાંઈ થયું તો નથી ને ? એણે જોયું તો ખબર પડી કે અકબર આબાદ બચી ગયો હતો, એક નાનીસરખી ઈજા પણ એને થઈ નહોતી. • ફ્રાન્સના સેનાપતિ જનરલ દગોલને એકત્રીશવાર મારવાનો પ્રયાસ થયેલો...પણ એ બચી ગયો. • કેનેડીએ સુરક્ષાની સઘન વ્યવસ્થા કરેલી... છતાં એનું મર્ડર થયું There is no rose without thorn. એવું એકેય ગુલાબ નથી જે કાંટા વિનાનું હોય A rose without thorn is friendship. - કાંટા વિનાનું કોઈ ગુલાબ હોય તોએ મળી છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005653
Book TitleHansa tu Zil Maitri Sarovar Ma
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherBhuvane Dharmjaykar Prakashan
Publication Year
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy