________________
ન જોવાની ચીજ : અન્યની ભૂલ
મારા કર્મો વાંકાં ન હોય તો કોઈ મારું અનિષ્ટ કરી શકે નહીં. એટલે કે મને નાપસંદ જે કાંઈ વર્તન અન્ય વ્યક્તિઓ કરે છે એમાં મુખ્ય કારણ મારાં પૂર્વકૃત કર્મો છે.” આવો નિર્ણય થઈ જવો જોઈએ. એ જે વ્યક્તિને થઈ જાય તે, ગમે તેવા પ્રસંગમાં શત્રુતાથી બચી શકે છે. મૈત્રીભાવને અખંડિત રાખી શકે છે. મહાસતી અંજનાસુંદરી ! પતિ પવનંજયે પરણવા માત્રથી તરછોડી મૂકી હતી. બાવીશ બાવીશ વર્ષ સુધી એનું મુખ સુધ્ધાં જોયું ન હતું. યુદ્ધપ્રયાણ વખતે અંજનાસુંદરી મંગલકામના વ્યક્ત કરવા આવી તો ભયંકર તિરસ્કાર કર્યો. આટલું થવા છતાં અંજનાસુંદરીના દિલમાં પવનંજય પ્રત્યે ન કોઈ રોષ હતો ન કોઈ રીસ. એવો જ અહોભાવ અકબંધ હતો. “એ મને કેટલો ત્રાસ આપી રહ્યા છે.” એવો વિચાર સરખો નહોતો, કારણકે એમાં પવનંજયની નહીં, પોતાનાં જ કર્મોની વક્રતા એ જોતી હતી. “પોતે જ પૂર્વમાં કોઈ એવી ભૂલ કરી આવેલી છે, જેની સજા ભોગવવી પડે છે. મેં ભૂલ કરી ન હોય તો મને સજા થાય જ નહીં.” એવો નિર્ણય એના દિલમાં દઢ હતો. આ વાત આપણને પણ અનુભવસિદ્ધ છે.........
હાઈવે પરથી તમે ટહેલતા ટહેલતા જઈ રહ્યા છો. ને સામેથી ઢોરાં ચરાવનારી પોતાનાં ૫૦ ઢોરને લઈને આવી રહ્યો છે.. બધાં ઢોર વ્યવસ્થિત સહજતાથી ચાલી રહ્યાં છે. પણ એક ઢોરના ગળામાં લાકડું બાંધ્યું છે જે વારંવાર એના જ પગમાં અથડાયા કરે છે અને તેથી એ ઢોર હેરાન થયા કરે છે. આ પશુને માટે શું વિચાર આવશે ? એ જ કે આ પશુ તોફાની હશે... સખણું ચાલતું નહીં હોય માટે એના ગળે આ લાકડું બઝાડ્યું છે...
અચાનક કોઈ પરિચિત સજ્જન જેલમાં જોવા મળી જાય તો આશ્ચર્ય થઈ જાય છે... અરે ! તમે જેલમાં ? ગુના વગર જેલની સજા હોય નહીં. તેથી આશ્ચર્ય થાય છે.
રવિવારનો દિવસ છે. દિવાનખાનામાં સોફાસેટ પર બેસી તમે આરામથી છાપું વાંચી રહ્યા છો....અને ધ..ધર્ બાપુજી ! બાપુજી ! મને મારો નહીં પડોશમાંથી અવાજ આવી રહ્યો છે. બાપ દીકરાને મારી રહ્યો છે ને દીકરી ને મારવાની આજીજી કરી રહ્યો છે.. એની રોકકળ ને ચીસાચીસ તમને શ્રુતિગોચર થાય છે... દીકરાએ શું કર્યું છે ને શું નથી કર્યું એની કશી ખબર નથી, છતાં, તમારાં મનમાં દીકરા માટે સીધી શું કલ્પના આવશે ? એ જ કે દીકરો પરીક્ષામાં ફેઈલ થયો હશે. કોઈ ચીજ તોડીફોડી નાખી હશે. મા-બાપની સામે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org