________________
૯૮
હંસા ! તું ઝીલ મિત્રીસરોવરમાં બોલતો હશે. ટૂંકમાં, દીકરાએ કંઈક તોફાન-કોઈક ગુનો-અપરાધ કર્યો હશે ને બાપ એની સજા કરી રહ્યો છે.. તોફાન કર્યું ન હોય તો પિતા સજા કરે નહીં.
આનાથી વિપરીત દૃશ્ય જોવા મળે કે પિતા પુત્રની પીઠ થાબડી રહ્યા છે. પ્રશંસા કરી રહ્યા છે... કંઈક બક્ષિસ આપી રહ્યા છે.... તો શું કલ્પના આવશે ? આ જ કે “ત્રે કંઈક સારું કાર્ય કર્યું છે જેની બક્ષિસ આપવા દ્વારા પિતા કદર કરી રહ્યા છે...”
આ બધા અનુભવોનાં તારણ તરીકે બે સૂત્રો આપણને મળે છે જેને દરેક સુખેચ્છએ ગોખી લેવા જોઈએ. તે બે સૂત્રો આ છે
S અપરાધ વિના સજા નહીં...
? સત્કાર્ય વિના બક્ષિસ નહીં.... આપણે આપણા જીવનને તપાસવું જોઈએ. શરીર, સંપત્તિ, પત્ની, પુત્ર, પરિવાર, રૂપ, સ્વર, સમાજમાં માન-સ્થાન ને પ્રતિષ્ઠા, આડોશપડોશ, મિત્રો-સ્નેહી-સ્વજન વગેરેનું સર્કલ, દેવ, ગુરુ-ધર્મ- સંઘ વગેરેની પ્રાપ્તિ.. જીવનનાં આ બધાં અંગોમાંથી જે જે અંગે આપણે સુખી છીએ.. અર્થાત્ સારી ચીજ પામ્યા છીએ એ આપણને આપણે જ પૂર્વમાં આચરી આવેલાં સત્કાર્યોની કદરરૂપે પ્રકૃતિ તરફથી મળેલી બક્ષિસ છે... ને જીવનના શરીર વગેરે જે જે અંગોમાં નરસી-અણગમતી પરિસ્થિતિ નિર્માણ થઈ છે એ આપણે જ પૂર્વમાં કંઈક ને કંઈક અપરાધ સેવી આવેલા છીએ એની પ્રકૃતિ તરફથી થઈ રહેલી સજા છે.....
નહીંતર આવું શા માટે ? કે બીજાને તંદુરસ્ત નિરોગી શરીર ને મને રોગિષ્ઠ ? બીજાને સંપત્તિનાં શિખરો ને મને દરિદ્રતાની રૌદ્ર ખાઈ ? બીજાને સુરૂપ-સુશીલ-પ્રેમાળ પત્ની ને મને કજિયાખોર કુલટા ?
મારા જ ગળે આ લાકડું કેમ બાઝયું ? યાદ રાખવું જોઈએ...
કુદરતના શાસનમાં દેર છે, અંધેર નહીં. પ્રકૃતિ ખૂબ જ ન્યાયી છે.. પ્રામાણિક છે.. વગર ગુનાએ એ સજા કરે નહીં ને વગર સકતે એ બક્ષિસ આપે નહીં. જો પ્રકૃતિના શાસનમાં નિરપરાધી દંડાઈ જવો ને સત્કાર્ય નહીં કરનારને પણ બક્ષિસ મળી જવી. આવી ગોલમાલગરબડ ચાલતી હોય તો એ શાસન લાંબું ટકી શકે નહીં. અન્યાયીઆપખુદી શાસન ક્યારેય લાંબું ટકતું નથી.. કો'ક ને કો'ક માડીજાયો તો એવો પાકે જ છે... કો'ક ને કો'ક પરિબળો તો એવાં ઊભા થાય જ છે કે જે અન્યાયી શાસનને ઉથલાવી પાડે. પ્રકૃતિનું શાસન તો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org