________________
ન જોવાની ચીજ : અન્યની ભૂલ આ વિશ્વ પર સો-બસ્સો વર્ષથી નહીં. બે-પાંચ હજાર વર્ષથી નહીં... અનાદિકાળથી ચાલતું આવ્યું છે. તારક તીર્થકરો ને ગુણિયલ ગણધરો..વૈભવ સમૃદ્ધ સુરેન્દ્રો ને અસુરેન્દ્રો...ચમરબંધી ચક્રવર્તીઓ કે મોટા મોટા સમ્રાટો..કોઈ જ આ શાસનમાં (ઉથલાવવાની વાત તો બાજુ પર) ફેરફાર પણ કરી શકતું નથી કે કોઈ જ એમાં ફેરફાર કરવાનું સૂચવતું પણ નથી....એટલે જે જે અંશમાં મને પ્રતિકૂળતા છે કે જે બાબતમાં મારે ફરિયાદ છે એ બધી જ પ્રકૃતિએ મને કરેલી સજા છે. અને પ્રકૃતિએ જો સજા કરી છે તો જરૂર હું એવી એવી સજાને પાત્ર ગુનો આચરીને જ આવ્યો છું.. પૂર્વે અપરાધ કર્યો ન હોય તો પ્રકૃતિએ આવી સજા કરી ન જ હોય... આ વિચારધારા અત્યન્ત આવશ્યક છે.....
અંજનાસુંદરી પ્રકૃતિના આ શાસનને સમજેલી હતી... માટે એ ભવમાં પોતાનો કોઈ જ દોષ ન હોવા છતાં પવનંજય તરફથી થયેલા ઘોર તિરસ્કારે પણ એના દિલમાં પવનંજય પ્રત્યે કોઈ જ રોષ પેદા ન કર્યો.
જેણે પ્રથમ ભૂલ કરી એ ગુનેગાર, પછી ભલે ને એ ભૂલ નાની કેમ ન હોય ? વર્ગમાં એક વિદ્યાર્થી શાંત બેસેલા અન્ય વિદ્યાર્થીને નિષ્કારણ બે લાંફા લગાવી દે, ને એના પર ગુસ્સે થઈ એ વિદ્યાર્થી
આ પ્રથમ વિદ્યાર્થીને ૪ લાફા લગાવી દે, તોપણ પ્રથમ બે લાફા મારનાર વિદ્યાર્થી ગુનેગાર ઠરે છે ને સજા પામે છે. પણ મેં તો બે જ લાફા માર્યા 'તા, એણે ચાર કેમ માર્યા ?” એવી એની દલીલ એને બચાવી શકતી નથી. અંજનાસુંદરીના દિલમાં આવી વાત બરાબર ચૂંટાયેલી હશે, એટલે ભયંકર ત્રાસ છતાં પવનંજય પ્રત્યે એના દિલમાં દુર્ભાવનો છાંટોય સ્થાન પામી ન શક્યો.
બસ, આ વાત જો તમારા દિલમાં અંકાઈ ગઈ, તો તમને કદાચ, . બેદરકાર નોકરે પ્રાણપ્રિય બહુ કિંમતી કોઈ ચીજ તોડી નાખી, કર્કશા પત્ની રોજ વાતવાતમાં ઝગડે છે ને ન સંભળાવવાનાં કટુવેણ સંભળાવે છે, ઉદ્ધત પુત્ર લોકોની વચમાં હડહડતું અપમાન કરી નાખે છે. ભાગીદાર વિશ્વાસઘાત કરી લાખોની ઉઠાંતરી કરી ગયો. આવું આવું કાંઈ પણ બને તોપણ મારાં કર્મોનો દોષ છે કે વસ્તુ લાંબી ટકી નહીં, આવાં કર્કશ વચનો સાંભળવાં પડે છે. ઇત્યાદિ સમાધાન નજર સમક્ષ રહેવાથી દિલમાં કોઈ જ જાતની ઉથલપાથલ નહીં મચે, તે તે વ્યક્તિ શત્રુ નહીં લાગે, તે તે વ્યક્તિની ખબર લઈ નાખવાનું મન નહીં થાય.
તમે તમારી જાતને તનાવમુક્ત-આવેશમુક્ત અનુભવશો..એકદમ
Jain Education International
For Personal & Private Use Only
WWW.jainelibrary.org