SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ ૬ર હંસા ! તું ઝીલ મેત્રીસરોવરમાં જશ અપાવે છે- વાહ વાહ કરાવે છે, અને કોઈને અપજશ અપાવે છે-નિંદા કરાવે છે, કોકને અધિક સત્તા આપે છે કો'કને ઓછી. તેથી જે વ્યક્તિને “અહીં મને માન ઓછું મળે છે, મારો તો ભાવેય પૂછાતો નથી, મને ઓછી કે નરસી વસ્તુ આપી અને બીજાને વધુ કે સારી વસ્તુ આપી, મને જશ આપતા નથી બીજાને આપે છે.” આવાં બધાં કારણોએ અન્યથી જુદા પડી જવાનો વિચાર આવે, ત્યારે “આ તો કર્મસત્તાની Divide and Rule નીતિ છે; હું એનો ભોગ બની સ્વજન વગેરેનો ત્યાગ કરી હરીફ બનીશ તો પરસ્પર સ્પર્ધા થશે, શત્રુ બનીશું, કર્મસત્તાને ફાવટ આવી જશે અને હું ભયંકર રીતે પાયમાલ થઈ જઈશ.' ઇત્યાદિ વિચારીને તેમજ “મારું એવું પુણ્ય નથી, એનું એવું પુણ્ય છે, માટે આ વિષમતા ઊભી થાય છે.” ઇત્યાદિ વિચારીને જો એ છૂટા પડવાના વિચારને ફગાવી દેવામાં આવે તો વિભાજનથી બચી શકાય છે, પરસ્પર ઈર્ષ્યા-દ્વેષ-સંક્લેશ-વૈર વગેરેથી બચી શકાય છે, મૈત્રી ટકી રહે છે અને સ્વસ્થતા-શાંતિ-સમાધિ જળવાઈ રહે છે. માટે જ્યારે આવો કોઈપણ પ્રસંગ ઊભો થાય અને મનમાં વિભાજિત થવાના વિચારો ઊઠવા માંડે ત્યારે કર્મસત્તાની આ કાતિલ કુટિલનીતિમાં ફસાઈ ન જવાય એ માટે સાવધાન બની જવું હિતાવહ છે. “અહીં મારી પ્રશંસા ઓછી થાય છે અથવા થતી જ નથી' આવું અનુભવવા પર જેના મનમાં સંક્લેશો ઊઠવા માંડે છે અને જેનું મન કો'ક પ્રકારનો બળવો-ક્રાંતિ કરવા પોકાર કરે છે, તે વ્યક્તિ સિંહગુફાવાસી મુનિની શી હાલત થઈ ? એને જો નજરમાં લાવે, “ફલાણો દાગીનો મને કેમ ન મળ્યો, દેરાણીને કેમ આપ્યો ?” એ વિચારને ઘૂંટી-ઘૂંટીને અસહ્ય પીડારૂપ બનાવી વિભાજિત થવા તૈયાર થયેલી સન્નારી જો રથમુશળ અને કંટકશિલા યુદ્ધને માનસપટ પર અંકિત કર્યા કરે, તો સ્વપરના ઘોર અહિતમાંથી બચી જાય એમાં શું શંકાને કોઈ સ્થાન છે ? To en la human to forgive is divine. Good to forglve, Best to forget Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005653
Book TitleHansa tu Zil Maitri Sarovar Ma
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherBhuvane Dharmjaykar Prakashan
Publication Year
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy