________________
'ભાગલા પાડો અને રાજ કરો' -કર્મસત્તાની કાતિલ કુટિલનીતિ
૬૧
ચૂંટણીમાં તેઓ પરસ્પર સમજૂતી સાધી ન શક્યા અને જુદા જુદા જ ચૂંટણી લડ્યા તે દરેકમાં લગભગ નાલેશીભર્યો પરાજય પામ્યા છે. એ પરાજયનું વિશ્લેષણ કરતી વખતે પાછું તેઓ બધા એક સૂરે બોલે છે કે આપણા મતો વિભાજિત થઈ ગયા અને કોંગી જીતી ગઈ. આવું બધું જાણતા હોવા છતાં અને પુનઃસંગઠિત થવાના પ્રયાસો કરવા છતાં લગભગ સમજૂતી થઈ જવા આવી હોય, ત્યારે ચૂંટણી ટાણે જ જયારે બેઠકોની ફાળવણી કરવામાં આવે છે તે વખતે વિરોધપક્ષોની એ એકતા પડી ભાંગે છે. “અમુક બેઠક તો અમારા પક્ષને જ મળવી જોઈએ, અમારે આટલી બેઠકો તો જોઈએ જ આ એક જ બાબત પર વિપક્ષીનેતાઓ પાછા જુદા પડે છે, એકબીજા સામે પોતપોતાના ઉમેદવારો ઊભા રાખે છે, પરસ્પર હરીફ બની એકબીજાની વિરુદ્ધ પ્રચાર કરે છે, ચૂંટણીમાં હારે છે, કોઈ કોઈ તો ડિપોઝીટ પણ ગુમાવે છે, અને પછી ચૂંટણી લડવા છતાં એ બેઠકને ગુમાવેલી જાણીને “અરરર ! આ બેઠક માટે આગ્રહ ન રાખ્યો હોત અને એકતા સાધી લીધી હોત તો અન્ય તો સારી સંખ્યામાં બેઠકો પામત.” આવો પશ્ચાત્તાપ કરે છે. “હવે પુનઃચૂંટણી આવે ત્યારે તો મન મોટાં કરી એકતા કરવી જ.’ એવા મનોરથો મનમાં દોડવા માંડે છે. પણ પુનઃ જ્યારે એકતા સાધી બેઠકોની ફાળવણીનો અવસર આવે છે ત્યારે “આ બેઠક તો બીજાને ન જ આપું.” એ મુદા પર ફરી આ જ વાતોનું પુનરાવર્તન થાય છે. જયારે કયા પક્ષને બેઠક મળે ? એનો પ્રશ્ન ન હોય ત્યારે પણ “પક્ષની ટિકીટ કોને મળે ? મને જ મળવી જોઈએ, અન્યને નહીં' એના પર અસંતુષ્ટો પેદા થાય છે અને પક્ષના સત્તાવાર ઉમેદવાર સામે ઊભા રહી પક્ષની તાકાત ઘટાડી નાખે છે ને ! રાવના નેતૃત્વવાળી કોંગ્રેસની ૧૯૯૬ની ચૂંટણીમાં શું હાલત થઈ ? - બસ પૌલિક ચીજોની વિષમતા આ જ એક લગભગ બધે જોવા મળતું વિભાજક પરિબળ છે. આનાથી ભાગલા પડે છે, હરીફાઈ જામે છે અને પરિણામે વિનાશ થાય છે. જીવોમાં ભાગલા પાડી તેઓને કમજોર બનાવી પોતાનું આધિપત્ય જમાવવા અને ટકાવવા માટે કર્મસત્તા પણ આ વિભાજક પરિબળનો ઉપયોગ કરે છે. એ કોકને વધુ માનસન્માન અપાવે છે, કોકને ઓછું. કોકને સારું સૌભાગ્ય અપાવે છે કોકને દૌર્ભાગ્ય, કોકને સારી વસ્તુ અપાવે છે, કોકને નરસી, કોઈને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org