________________
'7. કમસત્તા : કુદરતે સ્થાપેલી કોટી
ચાલી સિસ્ટમમાં રહેતા એક સજ્જનને એનો પડોશી વારંવાર અનેક પ્રકારની કનડગત કરતો હતો. પોતાનો કચરો આના આંગણામાં નાખે, ચાલીના કૉમન નળ પરથી પાણી ભરવામાં હંમેશાં ઝગડા કરે, રાત્રે સરખેસરખા જુવાનિયા ભેગા થઈ બાર-એક વાગ્યા સુધી હોહા કર્યા કરે, મોટે મોટેથી ટી.વી., રેડિયો વગાડે અને આની ઊંઘમાં ખલેલ પાડે. આ શાંતિ રાખવાની વિનંતી કરે તો પણ એનું અપમાન કરે અને જોરશોરથી ઝગડો કરી નાખે, ક્યારેક ક્યારેક તો આની યુવાન પુત્રીની મશ્કરી પણ કરે. આવી બધી અનેક પ્રકારની હેરાનગતિથી એ સજ્જન ત્રસ્ત તો હતા જ. એમાં વળી એક દિવસ આવા જ કોક કારણે બોલાચાલી થઈ ગઈ. પેલો પડોશી એકદમ ગુસ્સે ભરાયો. “આને એક વખત મેથીપાક ચખાડીશ તો ચૂપ થઈ જશે.” એમ વિચારી એ લાકડી લઈને આવ્યો. આ જોઈને એ સજ્જન પણ રોષે ભરાયો. પોતાનું રક્ષણ કરવાની અને એ ભવિષ્યમાં હેરાન કરવાની ખો ભૂલી જાય એ ગણતરીથી એ પણ પ્રહાર કરવા તૈયાર થઈ ગયા. ઝપાઝપીમાં એ સજ્જનથી એવો પ્રહાર થઈ ગયો કે જેથી એ પડોશીનું મૃત્યુ નીપજ્યું.
પોલીસ આવી, ખૂનકેસ થયો, પેલા સજ્જનને કોર્ટમાં આરોપીના પીંજરામાં ઊભા રહેવું પડ્યું. મરનાર તરફથી પોતાને થયેલી અનેક વિટંબનાઓનું એણે સાક્ષી પૂર્વક બયાન કર્યું. છેલ્લે એ પણ કહ્યું કે એ મને મારવા આવ્યો હતો, એમાં સ્વરક્ષણ કરતાં હું ઉશ્કેરાયો અને આવો પ્રહાર થઈ ગયો. ન્યાયાધીશે ચુકાદો આપતાં કહ્યું કે આરોપી સજ્જને મરનાર તરફથી પોતાને થયેલી અનેક પ્રકારની કનડગતિઓનું જે વર્ણન કર્યું છે તેને કોર્ટ માન્ય કરે છે. આવી પરિસ્થિતિમાં ગુસ્સો આવી જવો એ માનવસહજ છે, તેમ છતાં કોર્ટ એમને નિર્દોષ છોડી શકતી નથી, કારણ કે તેઓએ કાનૂનને પોતાના હાથમાં લીધો છે. ચંબલની ખીણમાં રહેનારાઓ આવી પરિસ્થિતિને આગળ કરીને જ લોહી વહાવે છે. ફૂલન આવાં જ કારણોને વિચારીને “બેન્ડીટક્વીન” બની ગઈ હતી. શું આ બધા નિર્દોષ છે ? દેશમાં કાયદો અને વ્યવસ્થા જાળવવો અને એનું પાલન કરાવવું એ કોર્ટનું કામ છે. કોઈપણ નાગરિકને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org