________________
'ભાગલા પાડો અને રાજ કરો' -કર્મસત્તાની કાતિલ કુટિલનીતિ ૫૯ દેવા સુધીની વાતો કરી હતી તે જ ભાઈ હવે આંખમાં કાંટાની જેમ ખેંચે છે. દુનિયાના બધા માણસો સારા લાગે છે અને એ જ ખરાબમાં ખરાબ લાગે છે. બીજાને ક્યારેક કદાચ સહાય કરવાનું થાય છે, ભાઈને ગમે તેવી પરિસ્થિતિમાં પણ સહાય કરવા જેવી લાગતી નથી. ઉપરથી એ તો એ જ લાગનો છે' એવું લાગે છે. આહાહાહા ! એક જ મા-બાપના સગા બે ભાઈઓ વચ્ચે પણ એક પૌદ્ગલિક વિનશ્વર ચીજ માટે કેવું વેરઝેર ! અને પછી ? પછી એક પરાયી ચીજ માટે સગા ભાઈ સાથે અબોલા અને તીવ્ર વેરઝેર રાખનારને બૂરામાં બૂરી રીતે હેરાન કરવાની કર્મસત્તાને ફાવટ આવી જાય છે.
આજકાલ ઘરોમાં રામાયણ-મહાભારતની સીરિયલ ચાલતી જ રહેતી હોય છે, જેના નિર્દેશક ન રામાનંદ સાગર હોય છે કે ન બી.આર. ચોપરા..અને વગર નિર્દેશને પણ નાયક અને ખલનાયકની ભૂમિકા બરાબર અદા થાય છે. એક બાજુ હોય છે દેરાણી અને બીજી બાજુ જેઠાણી...પછી જોઈ લ્યો દે ધનાધન.....જેઠાણી ફાયરીંગનો પહેલો રાઉન્ડ છોડે છે....દેરાણીને પેલી કિંમતી સાડી કેમ આપી ? દેરાણી પણ કાંઈ કાચી માટીની નથી હોતી.... જેઠાણીને પેલો દાગીનો કેમ આપ્યો ? બિચારા સાસુ-સસરાને જેઠ-દિયરની હાલત તો જોવા જેવી થઈ જાય છે. કહે છે ને કે બે પાડા લડે ને ઝાડનો ખો નીકળી જાય.. દેરાણી - જેઠાણીના ઝગડામાં કુટુંબ પીસાય જાય છે. આ યુદ્ધમાં વૈવિધ્ય પણ હોય છે. “બધા દેરાણીને પ્રેમથી બોલાવે છે, મને નહીં, એનાં પીયરિયાંની વધારે સરભરા કરે છે, મારાં પીયરિયાંની નહીં. એણે કોક કામ સારું કર્યું હોય તો બધા પેટભરીને પ્રશંસા કરે છે, અને મેં કંઈક સારું કર્યું હોય તો બધા પ્રશંસા કરવામાં કંજુસ બની જાય છે.” આવા બધા કારણીએ કે ક્યારેક, “ભાઈ પેઢીમાંથી વધુ પૈસા ઉપાડે છે, ને હું ઓછા. મહત્ત્વની બાબતોમાં એને બધા પૂછે છે, એની સલાહ લે છે હું તો જાણે છું જ નહીં એમ મને તો કોઈ પૂછતું જ નથી, એ દુકાને મોડો આવે તો ચાલે ને મારે તો વહેલા જ જવાનું ! આવાં બધાં કારણોએ કુટુંબોના વિભાજન થાય છે અને અનેક પ્રકારની હાડમારીઓ ઊભી થાય છે. પહેલાં પરસ્પર હળીમળીને રહેલાં જે કુટુંબો આજે વિભક્ત થઈ ગયાં હોય અને હવે તો એકબીજાને કાપવામાં કે એકબીજાની હેરાનગતિ જોવામાં આનંદ માનનારા બની ગયા હોય એવા નજરે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org