________________
૫૮
હંસા !.. તું ઝીલ મેત્રીસરોવરમાં કીડો સળવળવા લાગ્યો કે, “પાદશાહ પાસે આજીએ મને જરૂર હલકો પાડ્યો હશે અને પોતાની જાતને પરાક્રમી ચીતરી હશે તેનું જ આ પરિણામ છે. એ વખતે તો એ કાંઈ બોલ્યો નહીં, પણ અંટસનો કાંટો પેસી ગયો. કચ્છનો ઇતિહાસ સાક્ષી પૂરે છે કે પછી એ બન્ને વચ્ચે ભયંકર વેર થયાં, રાજય જુદાં થયાં, બન્ને પક્ષે ઘણી ખાનાખરાબી અને જાનહાનિ થઈ. આજીનું-પુનરાજી સાથેના યુદ્ધમાં મૃત્યુ થયું, અને તેઓની વંશપરંપરામાં પણ વૈર આગળ ચાલ્યું.
પૌદ્ગલિક ચીજો ઓછીવત્તી આપવી એ એક કાતિલ ભેદનીતિ છે, જે વૈરની ભયંકર પરંપરા ઊભી કરે છે. “સીતા રામચંદ્રજીને મળે અને મને (રાવણને) કેમ નહીં ?” એના પર જ રામાયણ સર્જાઈ - છે ને ! “સેચનક હાથી અને દિવ્યકુંડલો હલ્લવિહલ્લ પાસે જ શા માટે રહે ? હું રાજા છું, એ મારી પાસે હોવાં જોઈએ.” સ્ત્રીહઠપ્રયુક્ત આવી હઠના કારણે જ કોણિકે પોતાના સગા ભાઈઓને શત્રુ બનાવ્યા ને ! કરોડો માનવીઓનો સંહાર કરનાર રથમૂસળ અને કંટકશિલા યુદ્ધનો ભડકો આ વિષમતામાંથી જ થયો હતો ને ! અરે ! ગૃહસ્થોની શી વાત કરવી ? આ વિષમતા એટલી કાતિલ છે કે સાધુતાના ઉન્નત શિખરે પહોંચેલા સાધકોના જીવનમાં પણ ઉથલપાથલ મચાવી દે છે. સિંહની ગુફાની આગળ ચાર મહિના નિર્જળ ઉપવાસ કરી ચોમાસું કરનારા અને ગુરુએ માત્ર “દુષ્કરકારક' કહ્યું અને વેશ્યાને ત્યાં પરસ ભોજન કરી ચાતુર્માસ કરનારા ધૂલિભદ્રને દુષ્કરદુષ્કરકારક' કહ્યું. આટલી જ વાત પર સિંહગુફાવાસી મુનિ સ્થૂલિભદ્રજીના હરીફ બની ગયા હતા
ને !
વર્તમાનમાં પણ નજર નાખો ને ! બાપના વારસાની વહેંચણી કરવામાં અમુક ચીજ તો હું જ રાખું' એવા આગ્રહને વશ બની બે ભાઈઓ પરસ્પર બોલતાં બંધ થઈ જાય છે, એકબીજાના વ્યવહારમાં આવતા જતા અટકી જાય છે, ઝગડે છે, કોર્ટે ચડે છે, યાવત્ સર્વથા ફનાફાતિયા થઈ જાય ત્યાં સુધી એકબીજાની ટક્કર ઝીલે છે. આ ચીજને એ કેમ લે ?” આટલી જ વાત પર ઊભો થયેલો લેષભાવ એટલી પરાકાષ્ઠાએ પહોંચે છે કે જે ભાઈની સાથે મોટા થયા, ખાધુંપીધું, રમ્યા ને ભણ્યા, જેની ખાતર ક્યારેક પોતે ભોગ આપેલો, ક્યારેક એણે પોતાની ખાતર ભોગ આપેલો, અવસર આવ્યું પરસ્પર પ્રાણ પાથરી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org