________________
'8. ખરો શબ : કર્મ |
પશુસૃષ્ટિનું નિરીક્ષણ કરીએ તો સિંહ અને કૂતરા વચ્ચે એક નોંધપાત્ર વિલક્ષણતા નજરે પડે છે. કૂતરાને કોઈ પત્થર મારે તો એ મારનાર તરફ કરડી નજર કરતો નથી પણ પત્થરને કરડવા માંડે છે. જયારે સિંહને કોઈ તીર મારે તો સિંહ એ તીરને કાંઈ કરતો નથી પણ તીર ક્યાંથી આવ્યું? એ મૂળસ્થાનની તપાસ કરે છે. તેથી તીરથી વધુ ભોંકાવાનું દુઃખ એને રહેતું નથી. જયારે કૂતરાને તો પત્થરને કરડવાથી પોતાનું જ લોહી નીકળે છે, અને વધુ દુઃખ સહેવું પડે છે. સિંહ વિચક્ષણ છે. એ સમજે છે કે તીર તો બિચારું મારી વેદનામાં એક હાથો માત્ર બન્યું, વેદના આપનાર ખરો અપરાધી તો જુદો જ છે. તેમજ તીરને કરડવામાં કે નખોરીયાં મારવામાં સ્વયં દુઃખી થવાનું છે. કૂતરો આટલો વિચક્ષણ નથી. માટે એ હાથાને જ અપરાધી માનીને સ્વયં હેરાન થાય છે.
આ જીવસૃષ્ટિમાં પણ ખરેખર વિચક્ષણ એ છે જે પોતાને થતી કોઈપણ હેરાનગતિમાં મૂળ કારણને શોધે, તિરસ્કાર કરવો હોય તો એનો કરે, પણ વચ્ચે જે નિમિત્ત બન્યો હોય તેનો નહીં. કોઈએ ગાળ આપી, કોઈએ માનભંગ કર્યો, કોઈએ વસ્તુ ચોરી લીધી... ઇત્યાદિ દરેક પ્રકારના ત્રાસમાં, આ ત્રાસ આપનારો તો બિચારો હાથો માત્ર બન્યો હોય છે, મૂળ ત્રાસ આપનાર તો કર્મ જ છે. વૃક્ષને છેદવામાં કાષ્ઠદંડ. તો માત્ર હાથો બન્યો છે, ખરો છેદક તો લોખંડનું તીક્ષ્ય પાનું જ છે. જે જીવ વિચક્ષણ બનીને આ મૂળ તરફ-કર્મ તરફ કરડી નજર કરે છે, એ મૂળ કારણને દૂર કરી ત્રાસમુક્ત થઈ શકે છે. જે જીવ મૂઢ બનીને શ્વાનવૃત્તિ અપનાવે છે-એટલે કે ગાળ આપનાર વ્યક્તિ વગેરેને કરડી નજરે જોવા માંડે છે. એને જ પીડા કરનાર માની સામી ગાળ આપવી વગેરે રૂપે કરડવા બેસે છે એ, એ ત્રાસને તો દૂર કરી શકતો નથી, પણ ઉપરથી, એ વ્યક્તિ પ્રત્યેના દ્વેષ-સંકલેશ વગેરેના કારણે અનેક પ્રકારનો અન્ય ત્રાસ પણ વેઠવાનો ઊભો કરે છે. સિંહવૃત્તિને વરનારો આ સંકલેશાદિના ત્રાસમાંથી બચીને સ્વસ્થ રહી શકે છે.
રામચન્દ્રજીની આજ્ઞાથી સેનાપતિ કૃતાંતવદન મહાસતી સીતાજીને ગર્ભવતી અવસ્થામાં યાત્રા કરાવવાના બહાને જંગલમાં લઈ ગયો. સિંહની ગર્જનાઓ.... ત્રસ્ત હરણોની ભાગંભાગ... કુંડળું વળીને બેસેલા ઝેરીલા
Jain Education International
For Personal & Private Use Only
WWW.jainelibrary.org