________________
ખરો શત્રુ : કર્મ સર્પો. બહાદુર માણસોના પણ હાંજા ગગડી જાય એવા ભીષણ જંગલમાં સીતાજીને એકલોઅટૂલાં છોડી દેતાં સેનાપતિની આંખમાં પણ આંસુ આવ્યાં, એનો જીવ ચાલતો નથી. ત્યારે પણ સીતાજી કેટલાં સ્વસ્થ છે ! કહે છે, “ભાઈ ! તું શા માટે દુઃખી થાય છે ? તું કાંઈ મને જંગલમાં રખડાવતો નથી. તું તો ચિઠ્ઠીનો ચાકર. તારો આમાં કોઈ વાંક નથી. તારે તો સ્વામીની આજ્ઞા બજાવવાની. તો સ્વામીનોય એમાં શું વાંક છે ? એમણે લોક પર રાજ્ય કરવાનું છે, માટે લોકને સંતોષ આપવો જ જોઈએ. તો લોકોનોય બિચારાનો શો વાંક ? મારાં જ એવાં પૂર્વકૃત પાપકર્મો છે જેણે મારી આ વિડંબણા ઊભી કરી.” Get the real culprit... સાચા ગુનેગારને પકડવાની આ કેટલી ઉત્તમ વિચારધારા છે ! જીવનના પ્રારંભકાળમાં મેળવેલા તત્ત્વજ્ઞાનથી સીતાજી વિચક્ષણ બનેલાં હતાં. મૂળ સુધી નજર દોડાવી તો આવી કપરી સ્થિતિ અણધારી રીતે આવી પડવા છતાં સ્વસ્થ રહી શક્યાં છે. સેનાપતિ પર કોઈ જ ગુસ્સો નથી, માટે ઉપરથી એને આશ્વાસન આપી રહ્યાં છે. રામચન્દ્રજી પર કોઈ રોષ કે રીસ ચડ્યાં નથી, માટે એમના પર પણ કેવો શુભ સંદેશો મોકલે છે કે, “સ્વામિન્ ! લોકના કહેવાથી મારો ભલે ત્યાગ કર્યો. મારા કરતાં સવાયી સ્ત્રી તમને મળી શકશે. મારો ત્યાગ કરવાથી તમારું આત્મહિત અટકવાનો કોઈ નિયમ નથી. પણ એક નમ્ર વિનંતી કે આ તો લોક છે. કાલે ઊઠીને જૈન ધર્મની પણ નિંદા કરશે, તો એનો ત્યાગ ન કરશો, કેમકે એનાથી સવાયો તો શું, એની સમકક્ષ પણ કોઈ બીજો ધર્મ તમને જગતમાં મળશે નહીં. વળી એના ત્યાગથી તમારું આત્મહિત અવશ્યમેવ અટકી જશે.”
“આ તે કેવો ન્યાય ? માત્ર એક પક્ષની જ વાત સાંભળીને સજા ફટકારી દેવાની ! મને ય પૂછવું જોઈતું'તું. મારી વાત સાંભળવી હતી. વળી એક સામાન્ય ગૃહસ્થ પણ આ રીતે ગર્ભવતી સ્ત્રીને છોડે નહીં. કદાચ છોડે તોય એના પીયરમાં મૂકી આવે, ભરજંગલમાં ન મૂકે. પણ તમે તો મોટા રાજા રહ્યા ને ! એટલે ગમે તે કરી શકો.” આવો કોઈ ઠપકો તો નહીં, કટુ-કટાક્ષ-ભર્યા વેણ પણ નહીં. ને ઉપરથી શુભ સંદેશ. આટલું બધું સૌજન્ય અને ઉચ્ચ મનોભૂમિકા સીતાજી શેના પર જાળવી શક્યાં ? અન્યાયની કલ્પનામાત્ર આવવા પર અકળાઈ જવાના અભ્યાસવાળો જીવ આટલું સત્ત્વ શેના પર ફોરવી શકતો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org