________________
ધર્મક્રિયાનું ટોનિક આફ્લાદક છે,નિર્ભય બનાવનાર છે. આ વાત અનુભવસિદ્ધ છે.
જેમકે – કાર્યવશાત્ ભીષણ જંગલમાંથી પસાર થવાનું છે. ને કોઈકે તમને ગભરાવી દીધા કે જંગલમાં ખૂંખાર લૂંટારુઓ છે, ચબરાક છે, કોઈ પણ ચાલબાજીથી મુસાફરને પકડી લે છે, લૂંટી લે છે અને પળ બે પળમાં હતો ન હતો કરી દે છે... હવે વિચારો કે તમારી હાલત શું થશે ? જો જંગલમાંથી જવાનું ટાળી શકાય, તો તમે ટાળી જ દેશો. પણ, ન ટાળી શકાય તો જશો જરૂર, પણ એક એક પગલું શી રીતે મૂકશો ? ફૂંકી-ફૂંકીને, બહુ જ સોચી-સમજીને.. બહુ જ સંભાળી સંભાળીને. હવાની એક લહર આવે છે, ઝાડીમાં ખડખડાટ થાય છે અને દિલની ધડકન વધી જાય છે, નસોમાં લોહીની સ્પીડ સુપરસોનિકને પાછળ રાખી દે છે, હાર્ટ એટેક આવી જાય.... કોઈ આશ્ચર્ય નહીં, કારણ કે તમે ભયભીત છો.... એટલે બધું જ સંભવી શકે છે.
પણ જો કોઈ કહી દે કે- જંગલમાં બહુ જ માયાળુ લોકો છે, મુસાફરોનું સારું આતિથ્ય કરે છે, જરૂર પડે તો ભોમિયા તરીકે માર્ગ પણ બતાવે છે.... આ સાંભળ્યું નથી ને તમે એકદમ ખીલી ઊઠશો..... નિશ્ચિત બની જશો... બેફિકરા થઈને ચાલવા લાગશો. હોઠો પર છે મધુર સ્મિત, જીભ પર છે કોઈ ફેવરીટ ગીત..અને કોઈ અલ્લડ મસ્તીથી તમે જંગલ પસાર કરી દેશો......
ખેર ! આવ્યું તો પહેલાં પણ કોઈ નહોતું મારવા કે ડરાવવા... પણ તમે પ્રતિક્ષણ ડરી રહ્યા હતા કશાક અજ્ઞાતથી જેનું કોઈ જ અસ્તિત્વ આ દુનિયામાં નહોતું.
બહુ જ રસપ્રદ અને મનોવૈજ્ઞાનિક સૂત્ર છે આ સુખ અને શાંતિ જો ચાહો છો તો કોઈને શત્રુ ન માનો....બધાને મિત્ર જ મિત્ર માનો. છે. સર્વ જીવોને મિત્ર લેખવાનો આ પણ એક અપૂર્વ લાભ છે.
કડક ચેતવણી આપવા છતાં જાપ અટક્યો નહી ત્યારે પેલા મિયાએ ક્રૂર નિર્ણય કરી લીધો. સંધ્યાકાળે જ્યારે રસૂલમિયાં બહાર ગયો હતો ત્યારે જંગલમાંથી ક્યાંકથી એક ભયંકર સર્પ લાવી એના ખાટલા નીચે કરંડિયામાં એવી રીતે મૂકી દીધો કે જેથી જેવો એ સૂએ કે તરત જ કરંડિયો કંઇક દબાવાથી સાપ છંછેડાઈને બહાર આવે અને દંશ દઈ દે. રસુલમિયાં તો રાત્રે આવીને નવકાર ગણીને નિર્ભયપણે સૂઈ ગયા. પોણો કલાક-કલાક થયો ને પેલો મિયો ચિલ્લાતો આવ્યો. રસૂલમિયાંને ઉઠાડ્યા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org