________________
હંસા ! તું ઝીલ મેત્રીસરોવરમાં अरे काफर हो गया है क्या ? मना करने पर भी यह चालु રવા હૈ ?
अरे भैया, मैं खुदा का नाम ले रहा हूं इसे तुम निषेध क्यों कर रहे हो ?
खुदा का नाम तो नमाज के वक्त लिया जाता है, ऐसे जहाँतहाँ नहीं । अतः यह बंद कर दो, वरना, हमें कुछ करना होगा ।
બેત્રણ વાર ધમકી આપવાછતાં રસૂલમિયાને નવકાર ગણતો જોઈ કડક ચેતવણી આપી. આદમી બધું સહન કરી શકે છે પણ અપમાન નહીં. હું કહું છું અને નથી કરતો ? બસ.. એની આંખો અંગારા વરસાવવા માંડી. એ એનો શત્રુ બની ગયો. છતાં આને એના પર લેશમાત્ર શત્રુતાનો ભાવ નહોતો. એ તો એને મિત્ર તરીકે જ જોતો હતો.
વેપારી મજ્ઞાન હૈ, gવા ૩ મી સદ્ધિ સે.' આ એની ભાવના હતી. અને તેથી એ નિર્ભય હતો.
ગમે તેવો કટ્ટર શત્રુ હોય અને ઝનૂન ચઢી જાય તો પણ એ વધુમાં વધુ નુકશાન શું કરી શકે ? એક વાર જાનથી મારી નાખશે. પછી તમે એને શત્રુ માનતા હો કે મિત્ર ! પણ શત્રુ માનવામાં હંમેશાં ભય છે. ભયનાં વાદળ હંમેશાં મસ્તક પર ઘુમરાયા કરે છે. નિર્ભય માનવી કો'ક એક પળે જ મરે છે, જયારે ભયભીત હરપળ મરતો હોય છે. માત્ર એની સ્મશાનયાત્રા મોડી નીકળે છે.
સામાને શત્રુ માનવામાં સદા એનાથી ભયભીત રહેવું પડે છે. આ સાર્વદિક ભયની લાગણી એના પાચનતંત્રને ખોરવે છે. એના શ્વસનતંત્રને અસર કરે છે. રક્તભ્રમણને વિક્ષિપ્ત કરે છે... યાવત્ સાતે ધાતુમાં સ્લો પોઈઝન ફેલાવ્યા કરે છે. શત્રુ પ્રત્યે ઊઠતી દુર્ભાવ અને સંક્લેશની કાળાશ એના અન્તસ્તલને હંમેશાં કાળું કરતી રહે છે. કદાચ સાવધાન રહીને શત્રુના આક્રમણથી એ બચી શકે છે, પણ.... પળ-પળ મૃત્યુનો ભય એને સતાવ્યા કરે છે. એ ભયથી એ છૂટી શકતો નથી. અને આ જ તો મોત છે, પળપળનું મોત !!
- જ્યારે એને મિત્ર બનાવવામાં ઘણો લાભ છે. મન હળવું ફોરું રહે છે. એની પ્રસન્નતાને કોઈ જ આંચ આવતી નથી. એટલે શરીરની તંદુરસ્તી પણ જોખમાતી નથી.
“મારી આસપાસ મારા શત્રુઓ છે' આ વિચાર જ ખતરનાક છે, ભયપ્રદ છે. જ્યારે મારી આસપાસ મિત્રો જ મિત્રો છે' આ વિચાર જ અત્યંત
Jain Education International
For Personal & Private Use Only
WWW.jainelibrary.org