________________
૮૫
ખરો શત્રુ : કમ ગઈ. હાહાકાર મચી ગયો. મેમસા'બ ખફા થઈ ગયાં. પોલીસની આબરુનો સવાલ હતો. આકાશ-પાતાળ એક કરી દીધાં. પણ વીંટીનો કોઈ અણસાર સુધ્ધાં ન મળ્યો. ઇન્સ્પેક્ટર હોશિયાર હતો. એણે ડુપ્લીકેટ વીંટી બનાવી દીધી. જેલના એક કેદીને પકડ્યો. ઢોરમાર મારીને એની પાસે કબૂલ કરાવ્યું – “વીટી મેં ચોરી હતી.' મરતો માનવી શું ન કરે ? સાવ નિર્દોષ પણ દોષિત સિદ્ધ થઈ ગયો. દિવાળીમાં સાફ-સફાઈ કરતાં અસલી વીંટી મળી આવી... ઇન્સ્પેક્ટર તો કાપો તો લોહી ન નીકળે.....
દોષિત પણ નિર્દોષ સિદ્ધ થઈ જાય છે આ દુનિયામાં.. પેરીમેસન બેરિસ્ટરની પાસે એક મર્ડર કેસ આવ્યો. એણે કોર્ટમાં આ સિદ્ધ કરી બતાવ્યું કે મારા અસીલ પર જે ખૂનનો આરોપ મૂકાયો છે તે નિરાધાર છે. એણે ગોળી મારી હતી એ સ્વીકારું છું. પણ મરનાર ગોળીથી મર્યો એ વાતમાં કોઈ સાબિતી નથી મરનાર વ્યક્તિ હાર્ટએટેકનો પેશન્ટ હતો. બે એટેક આવી ચૂક્યા હતા. ત્રીજો એટેક પ્રાણઘાતક હશે એવી આગાહી સ્વયં ડૉક્ટરે કરી હતી. પિસ્તોલ જોઈને જ ત્રીજો એટેક આવી ગયો ને એ મરી ગયો. ગોળી તો માત્ર મડદાને લાગી છે. સજા અપરાધાનુસાર થવી જોઈએ.
કર્મસત્તા- અ પરફેક્ટ કૉપ્યુટર-ની કૉર્ટમાં શેરલોક હોમ્સ કે પેરીમેસન -રામ જેઠમલાણી કે કોઈ પણ બુદ્ધિનો ખેરખાં.. કોઈનું કશું ચાલતું નથી. ન તો નિર્દોષ પકડાઈ જાય છે કે ન તો દોષિત એના વિકરાળ પંજામાંથી છૂટી શકે છે. કર્મસત્તાની કોટે પરફેક્ટ કૉપ્યુટરાઈઝડ છે એપલ કે આઈ.બી.એમ.... બધા જ કોમ્યુટર કે સુપર કોમ્યુટર. કોઈ જ સંપૂર્ણતયા પરફેક્ટ નથી. અનંતાનંત કાળ પસાર થઈ ગયો. એક સમ ખાવા પૂરતોય એવો કિસ્સો નહીં મળે કે જેમાં દોષિત નિર્દોષ છૂટી ગયો હોય અને નિર્દોષ પિટાઈ ગયો હોય. પોતાની આ સંપૂર્ણ ક્ષતિરહિત અને અત્યંત પંચુઅલ કારકિર્દી પર કર્મસત્તાની કેટે અત્યંત મગરૂર છે. માટે જ એ દરેક જીવોને જાણે કે કહે છે કે “મેં તને ગાળ ખાવાની, અપમાન વેઠવાની વગેરે કોઈપણ સજા ફરમાવી, એટલે સમજી રાખ કે એવી સજાને પાત્ર કો'ક ને કો'ક ગુનો તું પૂર્વમાં આચરી જ આવ્યો છે. જો તું ગુનેગાર ન હોય તો મેં તને સજા કરી ન જ હોય.” કર્મસત્તાની આવી મગરૂરી જ એક જાણે કે એવું કારણ છે કે જ્યારે કોઈ જીવ એ સજા સ્વીકારવા આનાકાની કરે, એનાથી ભાગી છૂટવા કે પ્રહાર કરવા પ્રયાસ કરે ત્યારે એ જીવનો એ પ્રયાસ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org