________________
૮૬
હંસા !... તું ઝીલ મેત્રીસરોવરમાં કર્મસત્તાને પોતાના ભયંકર અપમાન જેવો લાગે છે. અને તેથી એ જીવની સજા ઓર વધારી દે છે.
કર્મસત્તા તો અનાડી કોર્ટ જેવી છે. અનાડી કોર્ટના ન્યાયાસન પર ઑનરેબલ જજ બેઠા છે. પોલીસ અપરાધીને લઈને આવે છે. ઝટપટ કેસ દાખલ થઈ જાય છે અને
જજ : નામ ? અપરાધી : ગોપીચંદ શેઠ ! જજ : અપરાધ ?
પોલીસ : નો પાર્કિંગના બોર્ડ નીચે મારુતિ વન થાઉસેન્ડ ઊભી રાખી હતી.
જજ : ગોપીચંદ શેઠ ! અપરાધના દંડ તરીકે ૫૦ રૂ. ભરી
અપરાધી : પણ મેં...... જજ : ૧OO રૂા. ભરી દો... અપરાધી : સાહેબ ! મેં ગુનો જ કર્યો નથી. જજ : બસ્સો રૂપિયા ભરી દો...
અનાડી કોર્ટમાં દલીલને કોઈ અવકાશ હતો નથી. ગુનો કર્યો છે કે નહીં ? એ સાબિત કરવાની ઝંઝટને ત્યાં ચલાવી લેવાતી નથી. તમે સફાઈ પેશ કરતા જાઓ ને દંડ વધતો જાય.. એટલે આવી કોર્ટમાં ક્યારેય પણ જવું પડે તો ડહાપણ એમાં છે કે જેટલો દંડ ફટકારાયો હોય એટલો કોઈપણ જાતની ચૂં કે ચા કર્યા વિના મૂંગે મોઢે ભરી દેવો. આ જ હિતાવહ છે. એમ આ કર્મની કોર્ટ તરફથી જે જે સજા ફરમાવવામાં આવી હોય, જે જે સજા તે તે વ્યક્તિ દ્વારા આવે... તે બધી જ કોઈ પણ જાતની દલીલ વગર મૂંગે મોઢે સહી લેવી એ જ હિતાવહ બની રહે છે.
“એને કાંઈ નથી કર્યું, ને એ મને આટલો બધો હેરાનપરેશાન કર્યા કરે ? મેં એના પર આટલો આટલો ઉપકાર કર્યો-એની પાછળ આટલો બધો ભોગ આપ્યો-જીવન ફના કરી દીધું, ને એનો મને આ બદલો ? નહીં, આવું હું શી રીતે સહી શકું ?' આવી કોઈ પણ જાતની ફરિયાદ કરવા ગયા એટલે આ અનાડી કોર્ટ સજા વધારતી જ જાય છે.
મરુભૂતિને પશુયોનિમાં જન્મ લેવાની સજા ઠોકી દીધી ને !
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org