________________
'9.1 ન જોવાની ચીજ : અન્યની ભૂલ
વર્ગમાં રોજ મોડા આવનાર વિદ્યાર્થીના વાલી પર વર્ગશિક્ષકની ચિઠ્ઠી ગઈ. પિતાએ પુત્રને ધમકાવીને પૂછયું, “અલ્યા ! કેમ રોજ નિશાળે મોડો પડે છે ?” “ના પિતાજી ! હું મોડો નથી પડતો’ ‘તે તારા ટીચર લખે છે ને કે રોજ બેલ પડ્યા પછી પાંચ મિનિટે ક્લાસમાં આવે છે તેનું શું ? “પિતાજી ! એમાં મારો વાંક નથી.” “તો કોનો વાંક છે ?” “ખુનનો, એ રોજ હું નિશાળે પહોંચે એની પાંચ મિનિટ પહેલાં જ બેલ વગાડી દે છે.” પુત્રે ઠાવકાઈથી કહ્યું.
જગતના લગભગ તમામ જીવોનો આ એક સામાન્ય સ્વભાવ છે કે ભૂલો કરતા જવું ને એનો સ્વીકાર ન કરવો, બલ્ક બચાવ કરવો. આ સામાન્ય સ્વભાવ એ એક મહત્ત્વનું કારણ બની રહે છે કે જ્યારે એક વ્યક્તિ અન્ય વ્યક્તિને ભૂલ કરનાર અપરાધી તરીકે જુએ છે અને તેથી પછી એની ભૂલની કબુલાત કરાવવા પ્રયાસ કરે છે. જેમ જેમ આ પ્રયાસ આગળ વધે છે તેમ તેમ મૈત્રીના ભવ્ય મહેલની કાંકરીઓ ખરવા માંડે છે અને વૈરભાવનાં બીજ નંખાતાં જાય છે. એટલે મૈત્રીભાવને અખંડિત રાખવા માટે આગળ જે વિચારધારાઓ બતાવી કે “બધા જીવો સાથે ભૂત-ભવિષ્યનો અનંતકાળ મૈત્રીસંબંધ છે, વચલા અલ્પકાળ માટે કદાચ શત્રુતાનું વર્તન દેખાય તોપણ એ તો એક નાટક જેવું છે. માટે બધા જ મારા મિત્રો છે.” “સઘળા જીવો એ મારી પાર્ટી છે, અને કર્મસત્તા જ અમારો બધાનો એક કોમન મુખ્ય હરીફ છે. તેથી એના પર વિજય મેળવવા માટે અંદરઅંદરના ઝગડા ભૂલવા જ જોઈએ.” “કર્મસત્તાએ 'Divide and Ruleની નીતિ અપનાવી જીવો પર શાસન કરવાનું મુનાસિબ માન્યું છે. તેથી ઓછુંવત્તે મળેલું જોઈને મારે કોઈ જીવને શત્રુ બનાવી નબળા પડવું અને કર્મસત્તાને શાસન કરવા માટે અનુકૂળતા કરી આપવી એ હિતાવહ નથી.” “કર્મસત્તા એ કુદરતે સ્થાપેલી કોર્ટ છે. ગુનેગાર વ્યક્તિને હું પોતે સજા કરવા બેસી જઈશ તો એ આ કોર્ટના અધિકારમાં હસ્તક્ષેપ કર્યો ગણાશે. અને તેથી એ કોર્ટ મને મોટી સજા કરશે.” “ગાળ આપનાર વગેરે કોઈ મારા શત્રુ નથી, તેઓ તો કર્મસત્તાના હાથા માત્ર છે. કર્મસત્તાએ ફરમાવેલી સજાનો અમલ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org