________________
૧૦૪
હંસા ! તું ઝીલ મૈત્રી સરોવરમાં
રાખેલી કે કોઈને ગંધ સુધ્ધાં ન આવે. માતાનો અતીવ આગ્રહ થયો એટલે એને તેડવા જવા માટેની ફરજ પડી. ગમે તે થાય, પત્નીના એ કાર્યને એ કોઈનીય સમક્ષ કહેવા તૈયાર નહોતો.
એ શ્વસુરગૃહે પહોંચ્યો. પત્નીએ એને જોયો ને ડઘાઈ જ ગઈ. હાય ! આ તો જીવતો છે. કઈ રીતે જીવતો રહ્યો હશે ? મારા આ કૃત્યના કારણે જ પછી તેડવા આવ્યો નહીં હોય ? હવે ઘરમાં સાચી વાત કહેશે તો મારું શું થશે ?” આવી આવી અનેકવિધ શંકાકુશંકાઓથી એ ઘેરાઈ ગઈ. હવે શું થશે ? પોતાનો ભાંડો ફૂટી જશે. માતાપિતા અને આખો સમાજ કેવો ધિક્કાર અને તિરસ્કાર વરસાવશે.. એ કંપી ઊઠી, એ ગભરાઈ ગઈ. એ દિંગમૂઢ બની ગઈ ને સત્કાર કરવાનું ય ભૂલી ગઈ. પણ સાસુ-સસરાએ સારો સત્કાર કર્યો. પછી સાસુ બોલ્યાં “એ દિવસે ઘણાં અપશુકનો થયાં ને વહુને પાછી મોકલી દીધી....પણ પછી અમે તો રોજ રાહ જોઈએ છીએ કે આજે આવશે ને કાલે આવશે.....” વહુના દિલમાં તો ધ્રાસ્કો પડ્યો. હમણાં આ ધડાકો કરશે કે “કયાં અપશુકનો ને શેની વાત ? મેં ક્યાં વહુને પાછી મોકલી હતી ? આ તમારી દીકરીએ શું પરાક્રમ કર્યું હતું એ એને જ પૂછો....” કાપો તો લોહી ન નીકળે એવી હાલત એની થઈ ગઈ. પણ આ તો દરિયાવ દિલનો ચકોર યુવક છે. સાસુના બોલ પરથી જ એ પરિસ્થિતિ પામી ગયો કે વહુએ પણ મારા જેવી જ કોક વાત ઉપજાવી કાઢી છે. એટલે એ વાત તો હું અને એ બે જ જણ જાણીએ છીએ, એ સમજતાં એને વાર ન લાગી. તો શા માટે હવે મારે વહુને કફોડી હાલતમાં મૂકવી ? જો અત્યારે સાચી વાત કહી દેવાય તો વહુની શી હાલત થાય એ વાત એ બરાબર સમજતો હતો. તે મને કૂવામાં ધકેલી દીધો ! તારી તો આવી જ નહીં, આનાથી ય બદતર હાલત થવી જોઈએ.” આવી કોઈ જ ભાવના એના દિલમાં નહોતી. એની જગ્યાએ હું હોઉં ને મારી જગ્યાએ એ હોય તો મારી એના તરફથી શી અપેક્ષા રહે ?’ એ પણ એ વિચારી શકતો હતો. એ વ્યક્તિએ મારી પ્રત્યે આવું વર્તન કર્યું તો હુંય એની પ્રત્યે એવું વર્તન કરું.” આવી ગણતરીને એ “એય કૂતરા ! તું મારી સામે ભસ્યો, તો હુંય તારી સામે ભસું ને કૂતરો બનું.” “એવી અથવા “એય ગધેડા ! તેં મને લાત મારી, તો હું ય ગધેડો બનીને તને લાત મારું,” યા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org