________________
૧૦૫
ભૂલ ભૂલી જવા યોગ્ય હોય તે.... તો “એ પથરા !” તું અથડાયો તો હુંય, તને જોરથી અથડાઉં, આવી ગણતરી કરવા બરાબર સમજતો હતો. અને તેથી, કૂતરો, ગધેડો કે પત્થર જેવા બનવાની પોતાની કોઈ જ તૈયારી ન હોવાથી એ ગણતરી એને કોઈ જ રીતે મંજૂર નહોતી.
એની પત્નીનો જીવ અદ્ધર થઈ ગયો હતો, પતિ શું બોલે છે ? પણ આ ઠરેલ પ્રૌઢયુવાને આશ્ચર્યન અને અહોભાવના અફાટ સાગરમાં પત્ની ગરકાવ થઈ જાય એવા જ શબ્દો ઉચ્ચાર્યા. એણે પોતાની સાસુને ઉદેશીને કહ્યું કે, “તમારી વાત સાચી છે, અપશુકનોના કારણે મારે એને પાછી મોકલવી પડી. પછી એને પુનઃ તેડવા આવવા માટે ઘરમાં ઘણી વાર વાતો થઈ હતી. પણ કાંઈ ને કાંઈ એવું કારણ આવી જતું કે આવી શકાયું નહીં.” “તમારી દીકરીએ મને કૂવામાં ધકેલી દીધો હતોઆ વાતનો એક ઈશારો'ય ન થવા દીધો. એની પત્ની કે જેને આજ સુધી આ પતિ પર ક્યારેય પ્રેમ જાગ્યો ન હતો એના દિલમાં આ સાંભળીને કેવી શાંતિ થઈ હશે ? કેવી ટાઢક ને ઠંડક થઈ હશે ? અહોભાવ, સદ્ભાવ લાગણી અને પ્રેમના હવે કેવા ફુવારા ઊડ્યા હશે એના દિલમાં ? એ કલમને માટે આઉટ ઓફ રીચ છે, એ વાત બધા સમજી શકે એમ છે. પત્નીના દિલમાં પતિ પ્રત્યે ભારે આદરની સાથે પોતાના પ્રત્યે પારાવાર પશ્ચાત્તાપ પ્રવાહિત થયો . “અરેરે....! મેં પાગલે આ પવિત્ર પતિને પહેચાન્યા નહીં. આવા ઉમદા દિલવાળા પતિને મારી નાખવાનો મેં પ્રયાસ કર્યો ? હું કેટલી અધમ કક્ષાએ અને એ કેટલી ઉચ્ચ કક્ષાએ ?”
એ પછી તો પતિનું ત્યાં ૪-૫ દિવસ જેટલું રોકાણ થયું, પણ ક્યારેય પણ પતિએ એ વાતનો ઉલ્લેખ ન કર્યો. પત્નીના મનમાં એમ હતું કે ક્યારેક એકાંતમાં તો જરૂર મને ઠપકો આપશે. પૂછશે કે “તેં આ શું કર્યું ? આવું શોભે ? શા માટે આવું કર્યું ? એમ કારણ પૂછશે તો હું શો જવાબ આપીશ ? એવે વખતે, ભલે ને બીજું કોઈ ન હોય તો પણ એમને હું શું જવાબ આપીશ ? એ વિચારથી એને તીવ્ર ક્ષોભ અને શરમની લાગણી થઈ આવતી હતી. પણ મેળવેલા તત્ત્વજ્ઞાનના આધારે એનો આ ગુણિયલ પતિ વિચારી શકતો હતો કે, “એકાંતમાં પણ હું આ અંગે એને કોઈપણ વાત કરીશ યા પૂછીશ તો એને કેટલો માનસિક ત્રાસ થશે ?”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org