________________
૧૦૬
હંસા ! તું ઝીલ મેત્રીસરોવરમાં
અન્ય વ્યક્તિની ભૂલ કહેવા માટે, યાદ કરાવવા માટે, એની પાસે એની કબૂલાત કરાવવા માટે સામાન્યથી દરેક માણસ કેટલો આતુર હોય છે ? કેવો તલપાપડ હોય છે ? “લાણાએ ભૂલ કરી છે” આટલી ખબર જ પડવી જોઈએ, એટલે માણસની એક એવી ટેન્ડન્સી થઈ જાય છે કે “ચાન્સ મળે ને એની ભૂલ એને સંભળાવું, એની પાસે કબૂલ કરાવું, ભલે એને મારે કોઈ સજા કરવી નથી, પણ એક વાર એટલી કબૂલાત તો કરાવું જ.' આવી જે ખણજ ઊઠે છે એને માણસ રોકી શકતો નથી. ચામડીના અનેક પ્રકારના રોગોમાં ખણજ ઊઠે છે ને ! જ્યાં સુધી ખણે નહીં ત્યાં સુધી ચેન જ ન પડે. ખણે ત્યારે જ એને શાંતિ થાય અને સારું લાગે. તેથી એ ખણ્યા વગર રહી જ શકતો નથી. પણ પરિણામે એનો રોગ જ વધુ ને વધુ ને વધુ ખણજો જ ઊભી થતી જાય, જેના પરિણામે એ ઓર-વધુ દુઃખી થાય. એની ભૂલ એની પાસે કબૂલાવ્યા વગર ન રહું આવી જે ખણજ છે એ બાબતમાં પણ આ સમાન છે. ગમે તેવી ખણજ ઊપડે, હું નહીં જ ખણું, તો જ આ રોગ મટશે ને ભયંકર દુઃખોમાંથી બચીશ.” આવો જેણે નિર્ણય કર્યો હોય, દઢ સંકલ્પ કર્યો હોય અને એ માટે જે મહાસત્ત્વ ફોરવે એ જ ખણવાનું રોકી શકે. બાકી જે આ જાણતો નથી કે એવો સત્ત્વશાળી નથી એ તો ખણ્યા વગર રહી શકતો નથી. એ તો તે ભૂલ કરી છે તેથી તું નીચો ને હું ઊંચો. આવા અભિમાન પોષવાના એક તુચ્છ સુખ ખાતર સામી વ્યક્તિને શરમમાં નાખવા, ક્ષોભ પમાડવા માટે તૈયાર થઈ જ જાય છે. પોતાની ભૂલ પાંચ વર્ષેય કોઈ યાદ કરાવે, પોતાની આગળ બોલે તો પોતાના દિલમાં કેવો ઘા લાગે છે એને વારંવાર અનુભવનારો માણસ, અને તેથી જ પોતાની ભૂલને ક્યારેય કોઈ યાદ ન કરે, ક્યારેય પોતાની કે અન્યની આગળ ન કહે, ક્યારેય પોતાની પાસે એની કબૂલાત ન કરાવે, એવી અપેક્ષા રાખનારો માણસ, બીજાની ભૂલ વખતે આ બધું મોટે ભાગે ભૂલી જ જાય છે. શું આ એની નબળાઈ નથી ? શું આ એની મોહરાજા નચાવે એમ નાચવું એવી વૃત્તિ નથી ?
સ્વઅહંકારને પોષવાના તુચ્છ સુખ ખાતર બીજાને હીણપતનો અનુભવ કરાવવા તૈયાર થઈ ગયેલ વ્યક્તિને એ ખબર નથી હોતી કે “મોટે ભાગે આખું જગત આ જે નબળી કડીનો ભોગ બની જાય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org