________________
કર્મસત્તા : કુદરતે સ્થાપેલી કોર્ટ
૬૫.
આ એક નરી વાસ્તવિક્તા છે. જેણે ભયંકર સજાઓ માથે વહોરવી નથી એણે આનો સ્વીકાર કર્યા વગર છૂટકો નથી. તેથી કોઈ વ્યક્તિ ગાળ આપે, ચારની વચમાં હલ્કો ચીતરે, કો'ક વસ્તુને બગાડી નાખે, મિત્રો-સ્વજનો સાથેના સંબંધમાં તિરાડ પાડવા એકબીજાની કાનાફૂસી કરે, મશ્કરી કરે, આક્રોશ કરે, માર મારે ઇત્યાદિ એક કે અનેક રીતે સતામણી કરે ત્યારે તું મને ગાળ આપે છે ? મારી જીભ પણ કાંઈ લુલી નથી થઈ ગઈ. હુંય તને ગાળ આપીશ.” ઇત્યાદિ વિચારીને એના અપરાધની સ્વયં સજા કરવા બેસી જવા કરતાં એ બિચારો અજ્ઞાન છે માટે ગુનો આચરે છે, મારે કાંઈ એ ગુનાની સજા કરવા બેસવું નથી, નહીંતર કાયદો-વ્યવસ્થા હાથમાં લેવા રૂપે હુંય ગુનેગાર બનીશ, મારેય ભયંકર સજા ભોગવવી પડશે.” ઈત્યાદિ વિચારીને સહન કરી લેવું એમાં જ શ્રેય છે.
હેરાનગતિ કરનારને મારવો વગેરે એ કાયાથી કરેલી સજા છે, ગાળો આપવી, આક્રોશ કરવો વગેરે એ વચનથી કરેલી સજા છે અને એની પ્રત્યે શત્રુતાની વિચારણા કરવી એ મનથી કરેલી સજા છે. સ્વહિતકાંક્ષીએ આ ત્રણમાંથી એકેય પ્રકારની સજા અન્યને કરવી ન જોઈએ. એટલે મનથી પણ શતા ઊભી ન કરવી એ સ્વહિતને માટે અતિ આવશ્યક છે. એટલી પણ શત્રુતાને કર્મસત્તા પોતાના કાર્યમાં થયેલી દખલગીરી સમજી જીવને ભયંકર દુઃખપૂર્ણ સંસારભ્રમણની સજા ફટકારી દે છે. એટલે જો એ દુઃખપરંપરાથી બચવું હોય તો કોઈ પણ જીવ પ્રત્યે દિલમાં પણ શત્રુતા ઊભી ન કરવી, બબ્બે મિત્રતા જ વહાવતાં રહેવું એ ઇચ્છનીય છે. એમાં જ સ્વનું ને સર્વનું હિત સમાયેલું છે.
બાકી નાની કે મોટી, એક વાર કે અનેકવાર, સહ્ય કે અસહ્ય, સકારણ કે નિષ્કારણ કરવામાં આવેલી કનડગતને જે સમભાવે સહન કરતો નથી અને જાણે કે પોતે જ સુપ્રીમકોર્ટનો ચીફ જસ્ટીસ ન હોય એમ હુકમનું પાનું પોતાના હાથમાં લઈને અપરાધીને સજા કરવા બેસી જાય છે એ જીવ કદાચ બીજી રીતે ઘણો ઊંચો આરાધક હોય, સાધુતાનું સુંદર પાલન કરવા રૂપ ઊંચી ભૂમિકાએ કદાચ પહોંચેલો હોય તોપણ કર્મસત્તા એને માફી બક્ષતી નથી. કિન્તુ પોતાનો ગુનેગાર માનીને એને પણ કડકમાં કડક સજા ફટકારી દે છે. પેલા બે ભ્રાતૃમુનિરાજો કટ અને ઉત્કર્ટ નામના બે ભાઈઓ સંસારથી ઉદ્વિગ્ન બની
Forgiveness to the noblest revermeer
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org