SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ હંસા !... તું ઝીલ મેત્રીસરોવરમાં પ્રવ્રજિત થયા. ઘોર તપશ્ચર્યા સાથે ચારિત્રધર્મની સુંદર આરાધના કરે છે. સંયમ અને તપની આ જોરદાર સાધના પર અનેક લબ્ધિઓ પ્રાપ્ત થઈ. વિહારક્રમે વિચરતાં વિચરતાં આ બન્ને મુનિપુંગવો કુણાલામાં આવ્યા, ચાતુર્માસ રહ્યા. પણ મેઘરાજા રિસાયા છે. લોકોએ એમ માન્યું કે આ બે મહારાજોએ વરસાદને બાંધ્યો છે. તેથી લોકો તેઓ બેની અનેકવિધ કાર્થના કરવા લાગ્યા. ગાળાગાળી, અપમાન અને આક્રોશનાં વચનો કહેવા લાગ્યા. કો'ક કો'ક તો પત્થર અને લાકડીના પ્રહાર પણ કરવા લાગ્યા. પોતે કાંઈ ન કર્યું હોવા છતાં લોકો જે વિડંબનાઓ કરવા લાગ્યા તેનાથી આ બે વાજ આવી ગયા. અપમાન અને આક્રોશના વચનો તો સહન કર્યા, પણ જ્યારે પ્રહાર પણ થવા લાગ્યો, ત્યારે એમ ? અમારી તપ કૃશ કાયા જોઈને અમે કાંઈ કરી શકીએ એમ નથી, એમ સમજીને નિરપરાધી અમને આટલા હેરાન કરી રહ્યા છો ને હવે જોઈ લ્યો અમે શું કરી શકીએ છીએ, તમારે વરસાદ જોઈએ છે ને ?' એમ મનોમન વિચારી એક ભાઈ ગુસ્સાથી બોલ્યો, ‘વર્ષ દેવ કુણાલાયાં' “હે મેઘરાજા કુણાલામાં વરસો' એના પર બીજો ભાઈ બોલ્યો, “દિનાનિ દશ પંચ ચ” “માત્ર એકાદ બે વાર નહીં, પૂરા પંદર દિવસ વરસો.” પાછો પ્રથમ ભાઈ ત્રીજું ચરણ બોલ્યો, “યથા દિને તથા રાત્રૌ” “તે પણ માત્ર દિવસે જ નહીં, નિરંતર દિનરાત વરસો.” છેવટે એ શ્લોક પૂરો કરતાં બીજો ભાઈ બોલ્યો કે, “મુસલધારોપમેન ચે' “આ નિરંતર પંદર દિન વૃષ્ટિ પણ ઝરમર નહીં મુશળધાર થાઓ.” - Rain. cats and dogs.... બન્ને લબ્ધિપ્રાપ્ત મહાત્માઓ હતા. એમનું વચન નિષ્ફળ જાય એમ હતું નહીં. પંદર દિવસ સાંબેલાધાર વરસાદ થયો. જેમાં એ આખો મુલક તારાજ થઈ ગયો. બે ભાઈઓ મરીને સાતમી નરકના રૌરવ દુઃખોના મહેમાન બની ગયા. કઠોર સાધનાના જોર પર અનેક લબ્ધિઓ પામી ગયેલા મહાત્માઓને પણ જાણે કે કર્મસત્તાએ ચુકાદો આપી દીધો કે, ‘તમે નિરપરાધી હતા એ વાત સાચી, લોકોએ અસહ્ય લાગે એવી કદર્થનાઓ કરી હતી એ વાત પણ સાચી, તો પણ કાયદો અને વ્યવસ્થા હાથમાં લઈને શિક્ષા કરવાનો તમને અધિકાર નથી. અધિકાર બહારની આ પ્રવૃત્તિ કરી એટલે તમે પણ ગુનેગાર બન્યા, તમારા ગુનાની સજા ભોગવવા માટે પહોંચી જાવ સાતમી નરકમાં.' Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005653
Book TitleHansa tu Zil Maitri Sarovar Ma
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherBhuvane Dharmjaykar Prakashan
Publication Year
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy