________________
કર્મસત્તા : કુદરતે સ્થાપેલી કોર્ટ
માટે જ્ઞાનીઓ કહે છે કે, “સહન કરો...જે આવે અને જેટલું આવે એ બધું જ સહન કરો. ઇટનો જવાબ ન ઇટથી આપી...ન પત્થરથી જે એવું કરવા ગયો એને કર્મસત્તાએ કડક સજા કરી જ છે. તેઓ બિચારા આજે પણ નરકમાં ત્રાહિમામ્ ત્રાહિમામ્ પોકારી રહ્યા છે. માટે ક્યાંય પ્રહાર કરવાનું નામ નહીં. જે પ્રહાર કરવા ગયો તે ફેંકાઈ ગયો સમજો. પ્રહાર કરનારા હથોડા અલ્પકાળમાં જ ભંગારમાં ફેંકાઈ જાય છે, સહન કરનાર એરણ વર્ષો સુધી સ્થાયી રહે છે. પ્રહાર કરનારો અસ્થિર છે. સહન કરનારો સ્થિર રહે છે. ખાંડણી સ્થિર રહે છે, દસ્તાએ ઠેઠ ઉપરથી નીચે સુધી વારંવાર પછડાવું પડે છે. ઘા કરનારી તલવાર બુકી થાય છે ને બદલવી પડે છે, ઢાલ નહીં.
ઘાણીમાં પીલાવા છતાં ખંધકસૂરિના ૫૦૦ શિષ્યોએ એ વેદનાને સમભાવે સહી લીધી. ન ચૂં કે ચાં કરી કે ન પાલકને સજા કરી... તો ક્ષપકશ્રેણિ માંડી કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું, મોક્ષ મેળવી લીધો. અંધકસૂરિએ પાલક પ્રત્યે કોઈપણ જાતના દ્વેષ, તિરસ્કાર કે ક્રોધ વિના કે કોઈ જાતની બચાવની દલીલ કે પ્રતિક્રિયા વિના પોતાના પ્રાણપ્યારા ૪૯૯ શિષ્યોને ભયંકર રીતે યંત્રમાં પીલાતા ને મરતા જોયા, ભલભલાને ભયંકર ક્રોધ કરાવી દે એવા આ હડહડતા અન્યાયને એમણે સહન કર્યો. શિષ્યોને નિર્ધામણા કરાવવામાં જ તત્પર રહ્યા. જ્યારે છેલ્લા બાળમુનિ બાકી રહ્યા, ત્યારે વિનંતી કરી કે “જો ભાઈ અમે કોઈ દલીલ કે ઇચ્છા વ્યક્ત કરી નથી. પણ હવે મારી આ એક વિનંતીને તું માન. આ બાળમુનિને પીલાતા હું નહીં જોઈ શકું, એટલે પહેલાં મને પીલ, પછી એને.' પાલકને તો સૂરિને વધુમાં વધુ ત્રાસ આપવો હતો. એટલે જવાબ આપ્યો કે, “એમ છે ? તો તો હું પહેલાં બાળમુનિને જ પીલીશ.” એ જ પ્રમાણે એણે કર્યું. એની આ છેક છેલ્લી પાટલીની નાલાયકી અને અન્યાય જોઈને ખંધકસૂરિનો ક્રોધ ઝાલ્યો ન રહ્યો. એમણે સ્વયં ન્યાયાધીશ બની સજા ફટકારવાનો સંકલ્પ કર્યો. આ અન્યાયી રાજા અને મંત્રીના આ દુષ્કાર્યનો પ્રતિકાર કર્યા વિના મૂંગે મોઢે જોયા કરનાર આ પ્રજા સહિત રાજા અને મંત્રીનો હું નાશ કરનારો બનું.” અને કર્મસત્તાએ એને કહ્યું, “૫૦૦ શિષ્યોની જેમ તમારે પણ પીલાવાનું તો ખરું જ, દુઃખ તો એવું જ સહવાનું, 'પણ તમે સજા કરવા બેસ્યા તો તમને સિદ્ધિગતિની બક્ષિસ તો નહીં, કિન્તુ સંસારભ્રમણની સજા જ મળશે.”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org