________________
DIVIDE AND RULE 6. 'ભાગલા પાડો અને રાજ કરો'
-કર્મસત્તાની કાતિલ કુટિલનીતિ હિન્દુસ્તાનના રાજાઓ કમજોર ન હતા, બળવાન હતા. કાયર નહોતા, ખુમારીવાળા હતા. નબળા નાના સૈન્યવાળા ન હતા, ખમીરવંતા સૈન્યો ધરાવનારા હતા. એમનો શસ્ત્રભંડાર ખૂટી ગયો નહોતો, છલકાતો હતો. યુદ્ધકૌશલની ખામી નહોતી, પણ પ્રવીણતા હતી. તેમ છતાં હજારો કિલોમીટર દૂરથી આવેલા જૂજ સંખ્યાના અંગ્રેજો શી રીતે વિજય પામી શક્યા ? શેના પર દેશને ગુલામ બનાવી શક્યા ? આવેલ સૈન્ય અને તેના શસ્ત્રપુરવઠાનો જો વિચાર કરીએ તો હાથીની સામે કીડી જેવા પણ નહોતા... એટલે સામાન્યતઃ તો તેઓ જીતે એવા ચાન્સ ૧૦% પણ નહોતા. છતાં તેઓ જીત્યા એ Fact છે. આખરે ક્યા બળ પર તેઓ જીત્યા ? તો કે Divide and Rule : પરસ્પર ભેદ કરો. એટલે તેઓ પરસ્પર ઝગડવા માંડે પછી તેઓને હરાવી શાસન કરો. આ કાતિલ ભેદનીતિના જોર પર કમજોર અંગ્રેજોએ પણ હિન્દુસ્તાનના જોરાવર શહેનશાહોને ઝુકાવી દીધા અને હિન્દુસ્તાનને દરેક રીતે ચૂસી લીધો.
જ્ઞાનીઓ કહે છે કે કર્મસત્તા બળવાન નથી. કર્મની શક્તિ કરતાં કંઈક ગણી વધુ છે જીવની શક્તિ.. કર્મસત્તા પોતાની શક્ય તમામ તાકાતથી કોઈ જીવ પર તૂટી પડે, અને એ જીવને સૂક્ષ્મનિગોદના અપર્યાપ્ત ભવમાં ધકેલી દે, તોપણ એના મૂળભૂત જ્ઞાનગુણનો સર્વથા નાશ કરી શકતી નથી. અક્ષરના અનંતમા ભાગ જેટલું જ્ઞાન તો દરેક જીવને વિદ્યમાન રહે જ છે. જ્યારે જીવ પોતાનો પ્રકૃષ્ટ પુરુષાર્થ ફોરવે છે અને તમામ તાકાતથી કર્મસત્તા પર તૂટી પડે છે ત્યારે ક્ષપકશ્રેણિમાં, શાસ્ત્રકારો કહે છે કે, શુક્લધ્યાનનો એવો પ્રચંડ અગ્નિ પ્રગટાવે છે, કે જેમાં એના પોતાના જ નહીં, પણ જો અનંતાનંત સર્વજીવોનાં કર્મ સંક્રાન્ત થઈ જાય, તો એ બધા ભસ્મીભૂત થઈ જાય. એ તો અન્યનાં કર્મ અન્યમાં સંક્રાન્ત થતાં નથી, માટે માત્ર તે જ જીવનાં કર્મોનો નાશ થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org