________________
ભાગલા પાડો અને રાજ કરો' -કર્મસત્તાની કાતિલ કુટિલનીતિ
૫૫
આમ જીવની તાકાત કર્મસત્તા કરતાં ઘણી વધારે છે, અને તેમ છતાં જ્યાં સુધી જીવ, ચરમાવર્નમાં યોગ્ય ભૂમિકા પ્રાપ્ત કરતો નથી, ત્યાં સુધી તો સંપૂર્ણપણે કર્મસત્તા જ એના પર રાજ કરે છે. ગળિયા બળદ જેવા જીવને તો એ કર્મસત્તા જેવા નાચ નચાવે તેવા નાચ જ નાચવાના હોય છે. ચરમાવર્તમાં પણ જાગૃતિ અને આરાધનાના એક અનંતમા ભાગ જેટલા કાળને છોડીને શેષકાળમાં, કોઈ ને કોઈ છિદ્ર શોધી એ જીવ પર તૂટી પડે છે, અને જીવને બૂરી રીતે હેરાન કરે છે. જીવ પર એનું આ જે રાજ ચાલે છે એમાં એક એવું પણ મહત્ત્વનું સૂત્ર આ છે : Divide and Rule જીવોમાં પરસ્પર મૈત્રી-એકતા ન થાય એ માટે શત્રુતાની-ભાગલાની એક ભયંકર દિવાલ ઊભી કરે છે આ કર્મસત્તા.. અને પછી મજેથી તેઓ પર રાજ કરે છે.
જેમ અંગ્રેજોએ હિન્દુસ્તાનના રાજાઓને કોઈ ને કોઈ નાનીમોટી લાલચ બતાવી સહાય કરવાની તૈયારી દેખાડી અને પરસ્પર લડાવી નબળા પાડી નાખ્યા. પછી તેમનું કામ આસાન હતું. ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ છૂટા પડી ગયેલા એકલા-અટૂલા રાજાઓને જોતજોતામાં જ મસળી નાખ્યા. કર્મસત્તા પણ પારંગત છે આ વિદ્યામાં. એણે ભારતીયોને તો ફસાવ્યા અંગ્રેજોને પણ ફસાવ્યા. ન એણે હાથીઘોડાને છોડ્યા કે ન દેવ-દાનવોને. જીવમાત્ર પર પોતાનો ઝંડો લહેરાવી દીધો... આ માટે એ આ જ કુટિલનીતિ અપનાવે છે. થોડી લાલચ આપી અને જીવ આવી ગયો મુઠ્ઠીમાં.. લાલચ પણ અનેક પ્રકારની એ આપે છે. કોઈને ધનની.... કોઈને સત્તાની... કોઈને માનસન્માનની... કોઈને સમાજમાં સ્થાન-પ્રતિષ્ઠા તથા મોભાની... કોઈને યશકીર્તિની આવી બધી અનેક પ્રકારની લાલચ દેખાડે છે. “લાલચ બૂરી બલાય...' જીવ એની લાલચમાં ફસાઈ જાય છે. “જો ફલાણાને તું શીશામાં ઉતારશે તો તને આ મળશે, એ માટે જોઈતી બુદ્ધિ બળ વગેરેની સામગ્રી હું તને પૂરી પાડીશ” આવી પ્રેરણા કરે છે અને મૂઢ જીવ ! એની લોભામણી વાતોમાં લેવાઈ જાય છે. એ મુજબ વર્તવાનો સંકલ્પ કરે છે, અને પોતાની પાર્ટીના જ સભ્યો એવા અન્ય જીવોને એ ધન, વિષય વગેરેના સુખોની પ્રાપ્તિમાં વિજ્ઞભૂત દેખી એની સાથે શત્રુતાના ભાવો કેળવવા માંડે છે. અને કર્મસત્તાને ઘી-કેળાં થઈ જાય છે. પરસ્પર શત્રુતાની દિવાલથી ડિવાઈડ થયેલા જીવો પર એ આસાનીથી પોતાની હકૂમત ચલાવવા માંડે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org