________________
હંસા !... તું ઝીલ મૈત્રીસરોવરમાં મોહરાજાની કેવી મુત્સદી ! એ જીવને કેવો મહામૂર્ખ બનાવે છે ? જે વસ્તુ પોતાની છે નહીં ને પોતાની થવાની નથી એની ખાતર પરસ્પર ખાનાખરાબી નોંતરે છે. રેલવેમાં ભયંકર ભીડમાં મુસાફરી કરનારો મુસાફર અન્ય પેસેન્જરોના કારણે સ્વકુટુંબીઓ સાથે ઝગડવા માંડે તો કેવો મૂર્ખ ગણાય ? કોઈપણ જીવ સાથે અન્ય જીવને જે શત્રુતા ઊભી થાય છે, એ ધન-સત્તા-માન-અપમાન-રૂપ-રસ વગેરે વિષયોના કારણે થાય છે. ક્યારેય કોઈ જીવને જ્ઞાન-દર્શન-ચારિત્ર વગેરે આત્મગુણોના કારણે શત્રુતા ઊભી થતી નથી. રૂપ-રસ વગેરે પુદ્ગલના ગુણો છે. એના કારણે પોતાના સ્વજન સમાન અન્ય જીવ સાથે ઝગડવા બેસવું એ શું મહામૂર્ખતા નથી ?
ઓછુંવત્તું કે સારું-નરસું આપવું એ પણ કર્મસત્તાએ જીવોમાં ભાગલા પાડવા માટે અજમાવેલું એક કાતિલ શસ્ત્ર છે.
કચ્છના ઉજ્જવળ ઇતિહાસમાં ભદુઆ અને ભાદ્રામ નામના બે ભાઈઓના નામ પર બે વંશ ચાલ્યા. એ બે વંશના વંશજો અનુક્રમે આજી અને પુનરાજી સરકાછામાં સલાહસંપથી રાજય કરતા હતા. તેઓ અત્યંત તેજસ્વી અને બહાદુર હતા. જરકાછામાં દુકાળ પડવાથી પોતાનું સર્વસ્વ એવું વિપુલ સંખ્યાનું પશુધન લઈને પંજાબ તરફ ચાલવા માંડ્યા. અનેક ઠેકાણે અનેક પરાક્રમો કરીને શિયાળકોટ સુધી પહોંચ્યા. ત્યાંનો રાજા સોરસીપીઓ કે જેનું બળ અને સૈન્ય આ આજી અને પુનરાજી કરતાં ઘણું વધારે હતું તેને પણ હરાવીને શિયાળકોટમાં રાજ્ય કરવા માંડ્યા. આ સોરસીપીઓ કાબુલના પાદશાહનો ખંડિયો હતો. એટલે પાદશાહને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેણે કહેણ મોકલ્યું કે, “તમે શિયાળકોટનો ત્યાગ કરી જાવ અથવા શાહી સૈન્યનો સામનો કરવા તૈયાર થઈ જાવ.” આથી આજી-પુનરાજી ગભરાયા. પાદશાહ સામે ટક્કર ઝીલવાની હાલ તેઓની કોઈ હેસિયત નહોતી. તેથી પોતાના બાપદાદાનો મુલક જરકાછો પણ ગુમાવવો પડે એવી તેમની ઇચ્છા નહોતી, વળી હવે જરકાછામાં દુકાળ ઓસરી ગયો હતો, ત્યાંના લોકો પણ આ બેને યાદ કરતા હતા. શિયાળકોટને પકડી રાખવામાં તો “લેને ગઈ પૂત ઓર ખો આઈ ખસમ' જેવું બનવાનો સંભવ હતો. એટલે હવે શું કરવું એના વિચારમાં પડ્યા. છેવટે બન્નેએ નિર્ણય કર્યો કે આજીએ પાંચસો ઊંચી જાતનાં વાછરડાં લઈને કાબુલના પાદશાહ પાસે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org